મધદરિયે દિલધડક રેસ્ક્યૂઃ ઈન્ડિયન નેવીએ જીવના જોખમે 38 ગુજરાતીઓને બચાવ્યાં

 • Share this:

  પ્રતીશ શીલુ,ન્યૂઝ 18 ગુજરાતી


  દરિયાઈ સુરક્ષામાં સતત તત્પર રહેનાર ભારતીય નૌ સેનાએ વધુ એક વખત તેની શક્તિનો પરિચય આપ્યો છે. યમનના સોક્ટ્રા આઈલેન્ડમાં ફસાયેલ 38 ભારતીયો કે જે મોટા ભાગના ગુજરાતના સલાયાના રહેવાસી છે અને જહાજોમાં ક્રુમેમ્બર છે. આ તમામ ક્રુ મેમ્બરોને ખતરનાક વાવાઝોડામાથી સુરક્ષીત રેસ્ક્યુ ઓપરેશન કરી સુનયના શીપ આજે પોરબંદર જેટી ખાતે પહોંચી હતી.


  ઓમાન અને યમનના દરિયાઈ વિસ્તારમાં મેકુનું નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. આ વાવાઝોમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા મુશળાધાર વરસાદ અને ભારે પવનના કારણે આ અહી મોટી જાન માલની નુકસાની પહોંચી છે. આ વાવાઝોડમાં 38 ભારતીય કે,જેમાથી મોટાભાગના ગુજરાતના દેવભૂમી દ્વારકા જિલ્લાના સલાયના વતની છે...આ તમામ લોકો જે જૂદા જૂદા જહાજોમાં ક્રુ મેમ્બર તરીકે કામ કરતા હોય અને આ વાવાઝોડા દરમિયાન તેઓ અસરગ્રસ્ત દરિયામા હોવાથી તેઓની બોટો ડુબવાની તેમજ લાપતા બનવાની ઘટના બની હતી તો અમુક ક્રુ મેમ્બરો મૃત્યુ પણ પામ્યા હતા..આ દરમિયાન ઈન્ડીયન નેવીને 31 મેના રોજ 38 ભારતીયો કે જેઓ સોક્ટ્રા આઈલેન્ડમાં ફસાયા છે તેઓના રેસ્કયુ કરવાનુ જણાવાતા "ઓપરેશન નિસ્તાર"હેઠળ ભારતીય નૌ સેનાની આઈએનએસ સુનયના શીપે દરિયાઈ તોફાન વચ્ચે 3જી જુનના રોજ ફસાયેલ તમામ ભારતીયોનુ રેસ્ક્યુ ઓપરેશન કરીને તેઓને આઈએનએસ સુનયના શીપ વડે પોરબંદર લાવવા રવાના થયા હતા.


  આજે સવારે એટલે કે, 07 જૂને આ તમામ ક્રુ મેમ્બરોને પોરબંદર જેટી પર લાવવામાં આવ્યા હતા જ્યા પોર્ટ પર તમામ લોકોનુ કસ્ટમ અને મેડીકલ ચેકીંગ કર્યા બાદ તેઓની કસ્ટડી પોરબંદર પોલીસને સોપવમાં આવી હતી અને ત્યારબાદ આજ રાત્રીના તમામ લોકોને પોતાના વતન મોકલવામાં આવશે. આ ગુજરાત અને દમણ દિવ એરીયાના નેવલ કમાન્ડીગ ફ્લેગ ઓફિસર તેમજ જે આઈએનએસ સુનયના શીપ વડે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે તે શીપના કમાન્ડીંગ ઓફિસરે પત્રકારો સાથે વાતચીત કરતા આ ઓપરેશન અંગે પોતાની પ્રતિક્રીયા આપતા આવુ જણાવ્યુ હતુ.


  38 ઈન્ડીયન જે લોકો ફસાયા હતા તેઓને બે પાર્ટમાં રેસ્ક્યુ કરાયુ હતુ પેહલા પાર્ટમાં તો એ તપાસ કરવામાં આવી હતી કે,આ તમામ લોકો ક્યાં છે કેવી હાલતમાં છે, અને ત્યારબાદ આ તમામ લોકોને નાની બોટ વડે સુનયના શીપ સુધી લાવવાનનુ નક્કી કરાયુ..પહેલા મરીન કમાન્ડોને મોકલીને તમામ લોકોને વેરીફાઈ કર્યા હતા.


  એડનની ખાડીમા તૈનાત આઈએનએસ સુનયના શીપને લઈને ઈન્ડીયન નેવીના અધિકારીઓ અને જવાનો જ્યારે યમનના સોક્ટ્રા આઈલેન્ડ નજીક પહોંચ્યા ત્યારે ભારે પવન અને ઉંચા મોઝા ઉછળતા રેસ્ક્યુ કરવુ ખુબજ મુશ્કેલ હતુ. આ રેસ્ક્યુ વડે જેઓના જીવ બચ્યા છે તે લોકોએ ભારતીય નેવીનો આભાર માનતા જણાવ્યુ હતુ કે તેઓ આજે જીવીત અહી પહોંચ્યા હોય તો
  તે ભારતીય નેવીના જ કારણે જ...


  પોતાની આપવીતી જણાવતા આ ક્રુમેમ્બરોએ એવુ જણાવ્યુ હતુ કે,અમો સ્કોટ્રા પોર્ટ જઈ રહ્યા હતા ત્યારે 23 તારીખના રોજ દરિયામા ખુબજ તોફાન સર્જાતા
  તેઓ બોટને જેમ તેમ કરીને કિનારે પહોંચ્યા હતા. જો કે,આ તોફાનમાં ઘણી બધી બોટો લાપતા ગઈ છે અને ઘણા લોકો પણ હજુ ગુમ છે બે લોકોને તો અમે આઈલેન્ડ પર જ દફન કર્યા છે જેમાથી એક તો અમારી બોટનો માણસ હતો"...આ વાવાઝોડના કારણે તમામ 38 લોકોએ ત્યાની કોઈ મસ્જીદમાં જેમતેમ રહીને 10-12 દિવસ આ રીતે પસાર કર્યા હતા. જોકે, ભારતીય નેવીએ પ્રથમ આ આઈલેન્ડ પર કમાન્ડો મોકલીને ત્યા રહેલ તમામ લોકોની ખરાઈ કરી હતી અને ત્યારબાદ નાની બોટો વડે તમામ લોકોને સુનયના શીપમાં લાવવમાં આવ્યા હતા.


  ભારે પવન અને મોટી શીપ સ્કોટ્રા આઈલેન્ડમા પાર્ક થઈ શકે તેમ ન હોવાથી આ તમામ ક્રુ મેમ્બરોને બે ત્રણ રાઉન્ડમાં નાની શિપોમાં સુનયના શીપ હતી ત્યા લાવવમાં આવ્યા હતા. સુનયના શીપ પર આવ્યા બાદ
  તમામ લોકોનુ મેડીકલ ચેકઅપની કામગીરી કર્યા બાદ તેઓ પોરબંદર લાવવા માટે રવાના થયા હતા.

  Published by:Mujahid Tunvar
  First published: