જુનાગઢ: તારીખ 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં (Gujarat Independence day celebration) ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રીએ લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું. આ સાથે તેમમે દેશહિતને ધ્યાનમાં રાખીને લોકોને કામ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વતન પ્રેમ યોજના અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારે આજે આપણે જાણીશું કે, આ 'વતન પ્રેમ યોજના' શું છે?
સીએમ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરકાર વતન પ્રેમ યોજના લાવી રહી છે. જેમાં 40 ટકા સરકાર ખર્ચ આપશે. તો આજે જાણીએ વતન પ્રેમ યોજના અંગે મહત્તવની વાતો.
NRI અને NRG આ યોજનામાં મહત્વનો ભાગ ભજવશે
આ વતન પ્રેમ યોજના હેઠળ દાતાઓ પોતાના વતનમાં કોઈપણ સુવિધા ઉભી કરવામાં કુલ ખર્ચના 60 ટકા રકમ અનુદાન તરીકે આપશે તો 40 ટકા રકમ સરકાર દ્વારા ચૂકવાશે. આ યોજનાના અસરકારક અમલ માટે વતન પ્રેમ યોજના સોસાયટીની રચના પણ કરવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી ખૂદ રહેશે. NRI અને NRG આ યોજનામાં મહત્વનો ભાગ ભજવશે. તે જોતા તેમની સાથે સીધો સંપર્ક કરવા અને તેમની રજૂઆતો-પ્રશ્નોના નિરાકરણ માટે એક કોલ સેન્ટર 24 કલાક કાર્યરત રહે તે રીતે ઊભું કરાશે. એટલું જ નહીં વિદેશમાં ચાલતી ભારતીય ચેનલો પર અને સોશિયલ મીડિયા દ્વારા પણ તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
મહત્વનું છે કે, આ યોજના હેઠળ પ્રાથમિક કામોનો સમાવેશ કરી તેને અગ્રતા આપવા નક્કી કરાયું છે.
" isDesktop="true" id="1124417" >
જેમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી-મધ્યાહન ભોજનનું રસોડું-સ્ટોર રુમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો તેમજ સીસીટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, વોટર રીસાયકલીંગની વ્યવસ્થા સહિત સોરલ એનર્જી સ્ટ્રીટલાઈટ જેવી સુવિધાનો સમાવેશ થાય છે.