જામનગર : ગર્લફ્રેન્ડ પાસે જૂનો બોયફ્રેન્ડ રાખડી બંધાવવા ગયો હતો, ત્યાં નવા બોયફ્રેન્ડે શંકા વ્યક્ત કરી છરીથી હુમલો કર્યો

જામનગર : ગર્લફ્રેન્ડ પાસે જૂનો બોયફ્રેન્ડ રાખડી બંધાવવા ગયો હતો, ત્યાં નવા બોયફ્રેન્ડે શંકા વ્યક્ત કરી છરીથી હુમલો કર્યો
એક જ સરખા નામ ધરાવતા બે યુવકોને જામનગરની મોહીની સાથે સમયાંતરે આંખ મળી, આ ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે

એક જ સરખા નામ ધરાવતા બે યુવકોને જામનગરની મોહીની સાથે સમયાંતરે આંખ મળી, આ ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં ગર્લફ્રેન્ડ સાથે તેના જૂના સંબધોને લઈને શંકા રાખનાર બોયફ્રેન્ડે જૂના બોયફ્રેન્ડ પર છરી વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં ગર્લફ્રેન્ડ પાસે જૂનો બોયફ્રેન્ડ રાખડી બંધાવવા ગયો હતો. ત્યારે જ આ યુવક પર નવા બોયફ્રેન્ડે શંકા વ્યક્ત કરી છરીથી હુમલો કર્યો હતો. એક જ સરખા નામ ધરાવતા બે યુવકોને જામનગરની મોહીની સાથે સમયાંતરે આંખ મળી હતી. મિલન નામના મોહિનીના જૂના અને નવા બન્ને બોયફ્રેન્ડ વચ્ચે મોહિની સાથેના સબંધોને લઈને ઝગડો થયો હતો. આ ઝગડામાં જૂના બોયફ્રેન્ડ પર મોહિનીના નવા બોયફ્રેન્ડે છરી મારી દેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.

  જામનગરના સ્વામિનારાયણ નગરમાં રહેતા મિલન ડાયાભાઈ કોળી નામના શખ્સ સાથે બનેલા વિચિત્ર બનાવની વાત એવી છે કે, મિલનને અગાઉ મોહિની સાથે વાતચીતનો સંબંધ હતો. તે દરમ્યાન સંબંધમાં ખટરાગ થતાં બન્ને વચ્ચે બોલચાલ બંધ થઈ ગઈ હતી. તે પછી મોહિનીને પોતાના જૂના બોયફ્રેન્ડ મિલનના નામ વાળો જ બીજો મિલન ધીરૂભાઈ શિયાળ મળ્યો હતો અને તેની સાથે સબંધ બંધાયો હતો.  આ પણ વાંચો - કોરોનાના કારણે કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, અમદાવાદમાં કોરોનાના 2840 એક્ટિવ કેસ

  તે દરમ્યાન સોમવારે બપોરે મોહિનીએ પોતાના જૂના બોયફ્રેન્ડ મિલન ડાયાભાઈને ફોન કર્યો હતો. જેમાં તેણીએ જણાવ્યું હતું કે મારો વર્તમાન મિત્ર મિલન ધીરૂભાઈ શિયાળ તારા અને મારા સંબંધ બાબતે શંકા કરે છે. તેથી તું મારા ઘરે આવી રાખડી બંધાવી જા. તેથી મિલન ડાયાભાઈ તેણીના ઘરે ગયો હતો. ત્યાં જ ધસી આવેલા મિલન શિયાળે બોલાચાલી કરી છરી વડે હૂમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બાબતની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
  Published by:Ashish Goyal
  First published:November 24, 2020, 23:15 pm

  टॉप स्टोरीज