રાજકોટ : દીકરી સામે જોતો હોવાના આક્ષેપ મામલે બબાલ, ધોકા સાથે ઘરમાં ઘુસી ગયો

રાજકોટ : દીકરી સામે જોતો હોવાના આક્ષેપ મામલે બબાલ, ધોકા સાથે ઘરમાં ઘુસી ગયો
બી-ડિવીઝન પોલીસે રક્ષિતાબેનની ફરિયાદ પરથી આઇપીસી 452, 323, 504, 506(2), 135 મુજબ ગુનો નોંધ્યો

બી-ડિવીઝન પોલીસે રક્ષિતાબેનની ફરિયાદ પરથી આઇપીસી 452, 323, 504, 506(2), 135 મુજબ ગુનો નોંધ્યો

  • Share this:
રાજકોટ : રાજકોટમાં મહિલા પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. તેના માતા અને ભાઇને પણ ઇજા થઈ હતી. મહિલાનો ભાઇ પડોશમાં રહેતા નિતીન વારાની દીકરી સામે જોતો હોવાના આક્ષેપ અને સાળાને રોડ સુધી મુકવા જવા મામલે થયેલી રકઝક કારણભુત હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદી રક્ષિતાબેન રામાણી નામના સગર્ભા ગઇકાલે રવિવારે મોરબી રોડ શિવવિહાર સોસાયટી રઘુવીર પાનવાળી શેરી-1માં રહેતાં પોતાના માતા-પિતાના ઘરે હતા. ત્યારે તેમના પડોશી નીતિન ઇશ્વરભાઇ વારાએ ધોકા સાથે ઘરમાં ઘુસી જઇ 'આજ તો બધાને મારી જ નાંખવા છે' કહી ધોકાથી હુમલો કરી રક્ષિતાબેન, તેમના માતા અને ભાઇને ઇજા પહોંચાડતા ફરિયાદ થઇ છે. બી-ડિવીઝન પોલીસે રક્ષિતાબેનની ફરિયાદ પરથી નીતિન વારા સામે આઇપીસી 452, 323, 504, 506(2), 135 મુજબ ગુનો નોંધ્યો છે.આ પણ વાંચો - મોરબી : સ્પામાં કામ કરતી યુવતીઓ વચ્ચે છુટા હાથની મારામારી, વીડિયો વાયરલ

બે દિવસ પહેલા ફરિયાદી મહિલાના ભાઇ રવિ અને તેની માતાને સામેના મકાનમાં રહેતાં નિતીન વારા સાથે માથાકુટ થઇ હતી. પાડોશી નીતિને આરોપ મુક્યો હતો કે તમારો રવિ અમારી દીકરીની સામે જુવે છે. જેથી રવિના માતા ભાનુબેને નીતિનને સમજાવ્યો હતાં કે તમારી દીકરી સાથે રવિને અગાઉ મિત્રતા હતી પણ હવે કંઇ નથી. તમારી પત્નિ બીનાબેન જ મારા દીકરા રવિને તમારી દીકરી સાથે વાત કરવાનું ફોન કરીને કહે છે તેમ કહેતાં રકઝક થઇ હતી.

આ દરમિયાન પાડોશી નીતિનના સાળા જામનગરથી આવ્યા હોઇ તેને રોડ સુધી મોટરસાઇકલમાં મુકી આવવા કહેવાતાં ફરિયાદી મહિલાનો ભાઇ રવિ તેને રોડ સુધી મુકીને પાછો આવ્યો હતો. આ સમયે રવિને માતાએ તેને કહ્યું હતું કે તું શું કામ નીતિનના સાળાને મુકવા ગયો હતો?' તેમ પુછતાં નિતીન ઘર પાસે જ ઉભા હોવાથી તે આ વાત સાંભળી જતાં ફરિયાદીના માતા પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તમને શું વાંધો છે એ મારા સાળાને મુકવા ગયો એમાં? તેમ કહી ગાળો અને ધમકી આપી હતી. પછી ધોકો લઇ ફરિયાદીના ઘરમાં ઘુસી ગયો હતો અને કહ્યું હતું કે હવે તો બધાને મારી જ નાંખવા છે.
Published by:Ashish Goyal
First published:January 25, 2021, 23:07 pm

ટૉપ ન્યૂઝ