માસ્ક પહેર્યા વગર સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો દંડ ભરવો પડશે


Updated: June 17, 2020, 7:35 PM IST
માસ્ક પહેર્યા વગર સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો દંડ ભરવો પડશે
પ્રતિકાત્મક તસવીર

આઇવે પ્રોજેક્ટ દ્વારા માસ્ક નહીં પહેરેલા લોકો સામે પણ ઇ-મેમો મોકલી દંડની કાર્યવાહી કરાશે

  • Share this:
રાજકોટ : જે રીતે કોરોનાના સંક્રમણથી બચવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું હતું તે બાદ હવે લૉકડાઉન 5 ને અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. જેમાં લોકોને ઘણી બધી છૂટછાટ પણ આપવામાં આવી છે. અનલોક 1માં ધંધા રોજગારો પણ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. જેને કારણે લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી રહ્યા છે પરંતુ લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરવાની સૂચના પણ આપવામાં આવી છે.

જો કોઈ જાહેર જગ્યા ઉપર માસ્ક પહેર્યા વગર બહાર નીકળશે તો તેના પર 200 રૂપિયા દંડની જોગવાઇનો પણ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા માસ્કનો દંડ વસુલવામાં આવતો હતો. મનપાના કર્મચારીઓ શહેરના અલગ અલગ જગ્યાઓ પર ઉભા રહી ત્યાંથી પસાર થતાં લોકો જેમણે માસ્ક ન પહેર્યુ હોય તેમની પાસેથી 200 રૂપિયાનો દંડ વસુલતા હતા. જે બાદ મનપાના કર્મચારીઓ અને પોલીસને પણ માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસુલવાની સત્તા આપવામાં આવી હતી. જોકે હવે માસ્ક નહીં પહેરનારા તમામ લોકો સામે કાર્યવાહી કરવા માટે અલગ-અલગ રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - રાજ્યસભામાં કોંગ્રેસના ક્યા ઉમેદવારની પ્રથમ પસંદગી કરવી, મત આપવા પર હજુ અસમંજસ

હવે રાજકોટ પોલીસ આઇવે પ્રોજેક્ટ મારફત પસાર થતા લોકો ઉપર નજર રાખશે અને જે લોકોએ માસ્ક નહીં પહેર્યું હોય તેવા લોકોને તેમના ફોટો સાથે ઘરે ઈ-મેમો આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ માસ્ક પહેર્યા વગરની સેલ્ફી અથવા તો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હશે અને પોલીસના ધ્યાનમાં આવશે તો આવા વ્યક્તિઓને પણ 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે અને તેને ઈ-મેમો મારફત આ દંડ મોકલવામાં આવશે.

મહત્વનું છે કે અત્યાર સુધી આઇવે પ્રોજેક્ટ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ઈ-મેમો મોકલી દંડની કાર્યવાહી કરવામાં આવતી હતી. ત્યારે હવે આઇવે પ્રોજેક્ટ દ્વારા માસ્ક નહીં પહેરેલા લોકો સામે પણ ઇ-મેમો મોકલી દંડની કાર્યવાહી કરાશે. તો બીજી તરફ રાજકોટ પોલીસ દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ વ્યક્તિ જો કોઈ અન્ય વ્યક્તિએ માસ્ક પહેર્યુ ના હોય તો તેના ફોટા અને નામ સાથે મેસેજ કરશે તો પણ પોલીસ આવા માસ્ક વગરના લોકો સામે કાર્યવાહી કરશે.
First published: June 17, 2020, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading