અડધું માસ્ક પહેરો છો તો થઈ જાવ સાવધાન, આટલો દંડ ફટકારવામાં આવશે

અડધું માસ્ક પહેરો છો તો થઈ જાવ સાવધાન, આટલો દંડ ફટકારવામાં આવશે
પ્રતિકાત્મક તસવીર

લોકોને મોઢું અને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે

  • Share this:
રાજકોટ : રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. રાજકોટમાં વધતા કોરોનાના કેસ વચ્ચે રાજકોટ મનપા એક્શન મોડમાં આવી ગઇ છે. રાજકોટમાં લોકોને મોઢું અને નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય જો માસ્ક વગરના હશે તે લોકોને દંડ ફટકારવામાં આવશે.

કોરોનાના કારણે પહેલાથી જ લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા, તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વચ્ચે અચાનક રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવી ગયું છે તે બાદ રાત્રે કર્ફ્યૂ લાગું કરવામાં આવ્યું છે અને કામ વગર બહાર નીકળનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ પણ વાંચો - રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરેલીના કુખ્યાત આરોપીને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડયો

રાજકોટમાં જો કોઇ માસ્ક વગર કે માસ્ક બરાબર નહીં પહેરેલું હોય તો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય જે લોકોએ અડધું માસ્ક પહેર્યુ હશે કે દાઢીએ પણ માસ્ક લટકાવ્યું હશે તે લોકોને પણ રૂપિયા 200 નો દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં અસંખ્ય પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે જેને કારણે તંત્ર દ્વારા અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રે કર્ફ્યૂ લગાવી દીધો છે.

રાજકોટમાં મોટાભાગના લોકો માસ્ક પહેરે છે પણ તે અધૂરું પહેરે છે જે દાઢી પર હોય છે એટલેકે અધૂરું પહેરેલું હોય છે ત્યારે આવા લોકો જે દંડ થી બચવા જ માસ્ક પહેરે છે તેને પણ હવે દંડ ફટકારવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:November 23, 2020, 19:10 pm