ધોરાજી: અચાનક એવું તો શું થયું કે, ઓસરીમાં બેઠેલી પત્નીને પતિએ માર્યો પાછળથી ધક્કો, મોત

પ્રતીકાત્મક તસવીર

રોજના ઝગડાને લઈને પતિ ઈમ્તિયાઝ ગુસ્સામાં હતો જયારે સવારમાં તેની પત્ની ઝીનત તેના એપાર્ટમેન્ટના ઘરના રવેશમાં બેઢી હતી.

  • Share this:
    મુનાફ બકેલી, ધોરાજી: આજે સવારે 6 વાગ્યે ધોરાજીની ચિસ્તીયા કોલોનીમાં એક ચકચારી ઘટના બની. જેમાં એક પતિએ તેની પત્નીને પોતે રહેતા હતા તે એપાર્ટમેન્ટના ચોથા માળેથી ધક્કો મારીને ફેંકી દ્દીધી હતી. જે બાદ પત્નીનું ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાજ મોત થયું હતું.

    ધોરાજીના ચિસ્તીયા કોલોનીના એપાર્ટમેન્ટની એક વિંગના ચોથા માળેથી એક સ્ત્રીનો નીચે પાડવાનો આવાજ આવ્યો અને ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા, એપાર્ટમેન્ટના 4થા માળેથી નીચે પડનાર સ્ત્રીનુ નામ ઝીનતબેન ઈમ્તિયાઝ દલાલ. અહીં તેવો વર્ષોથી રહે છે. પરિવારમાં 2 પુત્રો છે, મોટો 20 વર્ષનો પુત્ર હૈદરાબાદ રહે છે. જ્યારે અન્ય એક તેની સાથે રહે છે.

    બનેલ ઘટના મુજબ, આજે સવારે ઝીનતબેન તે એપાર્ટમેન્ટ ના જે માળ ઉપર રહે છે તેની બાલ્કનીમાં બેઠા હતા ત્યારે તેના પતિએ પાછળ થી આવીને ધક્કો મારીને નીચે ફેંકી દીધી હતી, ઝીનતબેન નીચે પડતા ગંભીર રીતે ઘવાયા હતા અને તને ધોરાજી સરકારી હોસ્પિટલે લઈ જતા સારવાર મળે તે પહેલાજ મોત  થયું હતું.

    બનાસકાંઠામાં કોરોનાનો ફાટ્યો રાફડો! BSFના 20 જવાન એકસાથે સંક્રમિત

    શા માટે પતિએ તેની પત્નીની હત્યા કરી?

    ઝીનત અને ઈમ્તિયાઝ છેલ્લા 23 વર્ષથી વધારે લગ્ન જીવનમાં બંધાયા છે. ખુશહાલ પરિવારનો મોટો દીકરો 20 વર્ષનો થઇ ગયો હતો અને તેને હવે પરણાવવાનો હતો અને તેની સગાઇ માટેની વાત ચાલતી હતી.  સગાઇ નક્કી થઇ ગઈ હતી થોડા દિવસમાં પરિવારમાં ખુશીનો વધુ ઉમેરો થવાનો હતો. જોકે, છેલ્લા છ મહિનાથી પતિ અને પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા. રોજ કોઈ ને કોઈ બાબતે પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ અને ઘર કંકાસ સામાન્ય બાબત બની ચૂકી હતી.

    'ભગવાનને શ્રીફળ ચઢાવ્યું હવે કોરોનાની રસી લઈએ તો ભગવાન ગુસ્સે થાય': સર્વેમાં મળ્યાં ચોંકાવનારા જવાબ

    પતિએ ધક્કો મારી દીધો

    રોજે રોજ થતા ઝગડામાં વધુ એક કારણ પણ ઉમેરાયું હતું કોરોનાને કારણે ધંધા રોજગારમાં જે ઓટ આવી હતી અને તને કારણે આવક પણ ઓછી થઇ હતી. ત્યારે પુત્રની સગાઇ માટે હવે ખર્ચની વ્યવસ્થા કરવાની હતી ત્યારે સગાઇ લઈને જવા માટે જે વાહન ભાડાનો ખર્ચ થાય તેને લઈને બંને પતિ અને પત્ની માટે વિવાદ અને ઝગડો ચાલતો હતો. ત્યારે રોજના ઝગડાને લઈને પતિ ઈમ્તિયાઝ ગુસ્સામાં હતો જયારે સવારમાં તેની પત્ની ઝીનત તેના એપાર્ટમેન્ટના ઘરના રવેશમાં બેઢી હતી ત્યારે તેને તેણે ધક્કો મારીને નીચે ફેંકી દેતા ઝીનતનું ઘટના સ્થળે મોત થયું હતું.



    ઈમ્તિયાઝ પત્ની ઝીનતની હત્યા કરીને તરતજ ધોરાજી પોલીસમાં હાજર થઇ ગયો હતો અને પોતે કરેલી ભૂલ અને પત્નીની હત્યાની કબૂલાત કરી હતી.  ધોરાજી પોલીસે ઈમ્તિયાઝ ને પકડીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
    Published by:Kaushal Pancholi
    First published: