Home /News /gujarat /

જૂનાગઢ: પતિએ પત્નીની કરી હત્યા, લાશને પાણીની કુંડીમાં નાંખી થયો ફરાર

જૂનાગઢ: પતિએ પત્નીની કરી હત્યા, લાશને પાણીની કુંડીમાં નાંખી થયો ફરાર

આરોપીના પીતાએ ખડીયા ગામના જાગૃત સરપંચ કાળાભાઈ ભાદરકાને આ અંગેની જાણ કરી હતી

Gujarat Crime News : આરોપીના પિતા બળદ લઈ રામદેની વાડીએ બળદને લઈને પાણી પીવડાવવા ગયા હતા. પણ વાડી બંધ હતી તે જોઇને દીવાલ કુદીને અંદર ગયા હતા.

    અતુલ વ્યાસ, જૂનાગઢ : જિલ્લાના (Junagadh Crime) ખડીયા નજીક આવેલા ગામમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં પતિએ પત્નીની હત્યા કરીને લાશને વાડીની પાણી ભરેલી કુંડીંમા નાંખીને વાડીના દરવાજે તાળું મારી દીધું હતું. જે બાદ પતિ ફરાર થઇ ગયો હતો.

    આ બનાવની મળતી વિગતો મુજબ, તોરણીયા ગામ નજીક પોતાની માલિકીની વાડીમાં રામદે ઢોલા અને તેની પત્ની લીલીબેન રહેતા હતા. 13 વર્ષના લગ્ન ગાળા દરમિયાન તેમને બે જોડીયા દીકરા છે. તેમની ઉંમર 11 વર્ષની છે. પતિ પત્ની વચ્ચે અવારનવાર કંકાસ થતો હતો અને પરિવાર જનોની સમજાવટથી મામલો શાંત થતો હતો. ગઈકાલે ફરીથી પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જે દરમિયાન આવેશમાં આવીને પતિ રામદે ઢોલાએ પોતાની પત્ની લીલીબેનને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં લીલીબેનનું ઢીમ ઢાળી દીધું હતું.

    ત્યાર બાદ લાશને વાડીમાં રહેલા પાણીની કુંડીમાં નાંખીને પતિ ફરાર થઇ ગયો હતો. રાત્રે આરોપીના પિતા બળદ લઈ રામદેની વાડીએ બળદને લઈને પાણી પીવડાવવા ગયા હતા. પણ વાડી બંધ હતી તે જોઇને દીવાલ કુદીને અંદર ગયા હતા. જે બાદ દરવાજો ખોલી બળદને પાણી પીવડાવવા માટે પાણીની કુંડી એ લઈ જતા કુંડીમાં લીલીબેનનો મૃતદેહ પડેલો દેખાયો હતો. જે જોઇને તેઓ ડરી ગયા હતા.



    આ પણ વાંચો: વડોદરાની ક્ષમાએ પોતાની સાથે જ લગ્ન કર્યાં, દુલ્હા વગર લીધા સાત ફેરા, જુઓ Wedding Photos

    આરોપીના પીતાએ ખડીયા ગામના જાગૃત સરપંચ કાળાભાઈ ભાદરકાને આ અંગેની જાણ કરી હતી. સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.  બનાવના સમયે આરોપી રામદેના બન્ને બાળકો તેના કાકાની વાડી પર હતા. મૃતક લીલીબેનનું પિયર માંગરોળ તાલુકાનુ લોએજ ગામ છે. ઘટનાની જાણ થતા તેમના પિયર પક્ષના લોકો જૂનાગઢ પહોંચી ગયા છે. હાલ પોલીસે ફરાર પતિ રામદે ઢોલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘર કંકાસના કારણે વધુ એક પરિવારનો માળો વીખરાયાનું પ્રકાશમાં આવ્યું છે.

    આવી જ એક ઘટના સુરતમાં પણ ઘટી છે. જેમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે આ આખો હત્યાનો ભેદ ઉકેલીને પત્ની અને પ્રેમીને ઝડપી પાડ્યા છે. (આ ચોંકાવનારી ઘટનાની વિગતો અહીંથી વાંચો.)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, જૂનાગઢ

    આગામી સમાચાર