મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના મીઠાપુરમાં પતિએ સામાન્ય બોલાચાલીમાં પત્નીને છરીના ઘા મારીને મોતને (husband killed his wife) ઘાટ ઉતારી દીધી છે. મહિલા મૃત્યુ પામતા તેના ચારથી દસ વર્ષના ત્રણ સંતાનોએ માતૃત્વ ગુમાવ્યું છે. સામાન્ય ક્રોધમાં છરીના ઘા ઝીંકને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે.
મીઠાપુરમાં બાલ મુકુન્દ પાંજરાપોળ ખાતે રહેતા પ્રવીણ જેસંગભાઈ કંકોડીયાએ ગઈ કાલે સાંજે રસોઈ બનાવતી તેની પત્ની નીતાબેન પ્રવીણ કંકોડિયા સામે બોલાચાલી કરી, છરી વડે હુમલો કર્યો હતો. પેટના પાછળના ભાગે છરીનો એક ઘા મારી દેતા પત્ની લોહી લુહાણ થઇ ગઈ હતી. જેને લઈને પરિસ્થિતિનો ખ્યાલ આવતા ખુદ પતિ પ્રવીણ તેણીને સ્થાનિક દવાખાને લઇ ગયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
પતિ પ્રવિણ જેસંગ કંકોડિયા અને તેની પત્ની નીતાબેન પ્રવીણભાઈ કંકોડિયા વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઇ હતી અને ઝઘડો થયો હતો. આ ઘટના બાદ આરોપી પ્રવીણ જેસંગ કંકોડિયાની મોટી દીકરી શ્રદ્ધા (ઉંમર-10) દોડતી દોડતી તેના કાકાને ઘરે પહોચી હતી અને રડતા રડતા કહ્યું હતું કે મારા પપ્પાએ મમ્મીને છરીનો ઘા મારી દીધો છે અને હોસ્પિટલ લઇ ગયા છે. જેને લઈને નાનાભાઈ કંકોડીયા હોસ્પિટલ પહોચ્યા હતા જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવતા તેઓએ પ્રવીણ સામે પત્નીની હત્યા નીપજાવવા સબબ ફરિયાદ નોંધાવી છે. મીઠાપુર પોલીસે આરોપી પ્રવીણ જેસંગ કંકોડિયાની ગણતરીની કલાકમાં જ ધરપકડ કરી. મહિલાના મૃત્યુના પગલે તેની ચાર વર્ષીય પુત્રી જયશ્રી, છ વર્ષીય પુત્ર દશરથ અને દસ વર્ષીય શ્રદ્ધાએ માતાનું માતૃત્વ ગુમાવ્યું છે. માતાનું મોત થતા અને બીજી બાજુ પિતાએ હત્યા કરતા તેને જેલ જવું પડશે. આ બંનેની વચ્ચે બાળકોને માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર