Home /News /gujarat /

જૂનાગઢમાં ફરી હનીટ્રેપ: પતિ અને સસરા સાથે મળીને પત્ની જ કરતી હતી ગોરખધંધો, આ રીતે ઝડપાઇ ગેંગ

જૂનાગઢમાં ફરી હનીટ્રેપ: પતિ અને સસરા સાથે મળીને પત્ની જ કરતી હતી ગોરખધંધો, આ રીતે ઝડપાઇ ગેંગ

વિસાવદર પોલીસ સ્ટેશન

Junagadh News: દીપકના કપડા ઉતરાવી ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. ત્યાર બાદ સંજનાએ દીપકને ખોટા બળાત્કારના કેસમાં સંડોવી દેવાની ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગ કરી હતી.

    અતુલ વ્યાસ, જૂનાગઢ : જિલ્લાના (Junagadh) મેંદરડામાં હનીટ્રેપનો (honeytrap) લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીંની મહિલાએ એક યુવાનને પોતાના ધરે બોલાવી બળાત્કારની ઘટનામાં સંડોવી દેવાની ધમકી આપી રૂપિયા 30 લાખની માંગણી કરી હતી. લાંબી રકજક બાદ અંતે 10 લાખમાં સોદો નક્કી થયો હતો. જોકે, આ અંગે યુવાનના ભાઇએ પોલીસને જાણ કરતાં પોલીસે યુવાનને છોડાવ્યો હતો.

    બનાવની વિગત પ્રમાણે મેંદરડાના યુવાન દિપક કાળુ ખૂંટે વીસાવદર તાલુકાના દાદર ગામની સંજના નામની પરણિતાને સોશ્યલ મિડિયા પર ફ્રેન્ડ રીકવેસટ મોકલી હતી. ત્યાર બાદ મોબાઇલ પર વાતચીતનો દોર શરૂ થયો હતો. પણ ભોગ બનનાર દીપકને ખબર ન હતી કે, સંજનાના પરિવારે ષડયંત્ર ઘડયુ છે. તારીખ. 17 મેના રોજ સંજનાએ દીપકને પોતાના ઘરે બોલાવ્યો. આ અગાઉ પ્લાન મુજબ સંજનાનો પતિ સચીન તેના પિતા ગોવિંદ ભાઈ અને માતા દીપક પર લાકડી વડે તુટી પડ્યો હતો. ઢોર માર મારી દીપકને રૂમમાં પુરી દીધો હતો.

    પછી તેના કપડા ઉતરાવી ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. ત્યાર બાદ સંજનાએ દીપકને ખોટા બળાત્કારના કેસમાં સંડોવી દેવાની ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગ કરી હતી. અંતે 10 લાખમાં સોદો નક્કી થયો અને પૈસા માટે દીપકના ભાઈને ફોન કરવામા આવ્યો હતો. દીપકના ભાઈએ આ બાબતની જાણ વિસાવદર પોલીસને કરતા પોલીસ દાદર ગામ પહોંચીને દીપકને છોડાવ્યો હતો.

    આ પણ વાંચો - બે માસની બાળકીને ભૂવાએ પેટના ભાગે આપ્યા ડામ

    સંજના, તેનો પતિ સચિનની અટક કરી હતી. તેમજ સચિનના પિતા ગોવિંદ ભાઈ અને તેની માતા સામે પણ ગુનો નોધી ધરપડ કરી હતી. સચિન અને સંજનાને કોર્ટમાં રજૂ કરતા તેને જામીન મળી ગયા હતા. આ ઘટના બાદ અનેક લોકો સંજનાનો ભોગ બન્યાની કેફીયત પોલીસને આપી હતી પણ સમાજના ડરને લઈ કોઈ ફરિયાદ કરવા તૈયાર થયુ ના હતુ.

    જૂનાગઢ જીલ્લા મા અવારનવાર આવા હનીટ્રેપના કિસ્સાઓ બને છે અને યુવાનો તેનો ભોગ બને છે. પણ આખો પરિવાર પોતાની પુત્રવધૂ તેમજ પત્નીની આડમાં આવો ગોરખ ધંધો ચલાવતા હોય તેવુ પ્રથમ વખત સામે આવ્યુ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, જૂનાગઢ, હનીટ્રેપ

    આગામી સમાચાર