કચ્છ: બાંગ્લાદેશ અને કાશ્મીરમાં હિન્દુઓની હત્યા બાબતે ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ રદ્દ કરવાની માંગ

કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર અપાયું

બાંગ્લાદેશ અને કાશ્મીરમાં હિન્દુઓની હત્યા મુદ્દે હિન્દુસ્તાન નિર્માણ દળ અને આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કચ્છમાં આવેદન અપાયું

  • Share this:
    હાલમાં બાંગ્લાદેશમાં થયેલી હિંસામાં હિન્દુઓની હત્યા મુદ્દે હિન્દુસ્તાન નિર્માણ દળ અને આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કચ્છ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી. બન્ને સંગઠનો દ્વારા ભારત પાકિસ્તાનની(India Vs Pakistan Match) મેચ રદ્દ કરવા માંગ કરાઇ હતી. ઉપરાંત બાંગ્લાદેશ સાથ સંબંધ ટૂંકા કરવા પણ માંગ કરાઇ હતી. આગામી 23 ઓક્ટોબર સુધી જો વડાપ્રધાન દ્વારા પગલાં નહીં લેવાય તો ભુજના જ્યુબિલિ સર્કલ પર પાકિસ્તાન અને બાંગ્લાદેશના વડાપ્રધાનના પૂતળાનું દહન કરવાની ચીમકી અપાઈ હતી.

    આપને જણાવી દઇએ કે, 28 ઓક્ટોબર 2021નાં રોજ  રમાવવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો (IND VS PAK) ક્રિકેટ મેચ હંમેશા હાઇવોલ્ટેજ રહ્યો છે. બંને દેશમાં ક્રિકેટ (Cricket) પ્રત્યે જોરદાર લગાવ હોવાથી ભારત પાકિસ્તાન વચ્ચેના કોઈપણ મેચમાં ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. 2021ના (2021 World Cup IND VS PAK Match) વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં પણ આવું જ જોવા મળશે. ટી-20 વર્લ્ડ કપમાં (T20 World Cup) ટીમ ઈન્ડિયા 24મીએ પાકિસ્તાન સામે ટકરાશે. તે પહેલાં જ ભારત અને પાકિસ્તાનના લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. બંને દેશોના લોકોએ વિડીયો બનાવવાનું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
    Published by:Margi Pandya
    First published: