ઉપલેટાના ગધેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો
ઉપલેટા શહેર અને જૂથ યોજના હેઠળના 11 જેટલા ગામોને પીવાનું પાણી પુરુ પાડતાં અને સિંચાઈ માટે ઉપલેટા તાલુકાના 7 ગામોને 4955 હેકટર જમીનમાં પિયત માટે પાણી પુરુ પાડતા જીવાદોરી સમાન વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો. વેણુ 2 ડેમની કુલ ઊંચાઈ 54.13 ફૂટ છે. બપોરે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકને પગલે 15 દરવાજા 18 ફૂટ ખોલવામાં આવ્યા હતા જેમાં 1.30.000 ક્યુસેક પાણીની આવક સામે જાવક હતી પરંત હાલ ઉપરવાસમાં પાણીની આવક ઓછી થતાં હાલ 5 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. વેણુ 2 ડેમમાં કુલ 797.40 mcft પાણીનો જથ્થો સંગ્રહિત કરવાની ક્ષમતા છે. હાલ 17433 ક્યુસેક પાણીની આવક સામે જાવક, વેણુ 2 ડેમ હાલ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોના ઉપલેટા તાલુકાના નાગવદર, ગધેથડ, નિલાખા, વરજાંગ જાળીયા અને મેખાટીંબી સહિતના ગામોને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યા. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ હતી. આ સિઝનમાં વેણુ 2 ડેમ બીજી વખત ઓવરફ્લો થયો