Home /News /gujarat /

રાજકોટમાં કલાકોમાં જ પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર, આજી-2નાં 5 દરવાજા ખોલાયા

રાજકોટમાં કલાકોમાં જ પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર, આજી-2નાં 5 દરવાજા ખોલાયા

રાજકોટના ગોંડલ પંથકમાં સવારથી ધોધમાર 4 ઈંચ વરસાદ ખાબક્યો, ભાદર પટાના ગ્રામ્ય નવાગામ, લીલાખા વિસ્તાર માં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટના ગોંડલ પંથકમાં સવારથી ધોધમાર 4 ઈંચ વરસાદ ખાબક્યો, ભાદર પટાના ગ્રામ્ય નવાગામ, લીલાખા વિસ્તાર માં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

    અંકિત પોપટ, રાજકોટઃ વડોદરાને ધમરોળ્યા બાદ મેઘરાજાએ રાજકોટ તરફ વળ્યા છે. શુક્રવાર સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો ગરનાળઆમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે.

    રાજકોટ શહેરમાં કલાકોમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો શહેરમાં આવેલો આજી-2 ડેમના પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી છે. જેના કારણે શહેરમાંથી પસાર થતી આજી નદી ગાંડીતૂર બની હતી.

    રાજકોટમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં આવેલા માલવિયા કોલેજ પાસેના વિસ્તારમાં રસ્તા પર બે ફૂટ જેટલુ પાણી ભરાયું છે. તો શહેરના અન્ય વિસ્તાર જેવા કે યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે. તો અહીં આવેલી આજી નદી બે કાંઠે વહી રહી છે. આ સીઝનમાં મેઘરાજાની બીજીવાર રાજકોટને ધણરોળી રહ્યાં છે. આ પહેલા એજ રાતમાં અહીં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

    અહીં ક્લિક કરી વાંચોઃ કોહલીને આ 6 સવાલના જવાબ ન મળ્યા તો T20 વર્લ્ડ કપ પણ હાથમાંથી ગયો!

    લક્ષ્મીનગર ગરનાળામાં પાણી ભરાયું હતું.


    રાજકોટના ગોંડલ પંથકમાં સવારથી ધોધમાર 4 ઈંચ વરસાદ ખાબક્યો, ભાદર પટાના ગ્રામ્ય નવાગામ, લીલાખા વિસ્તાર માં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. શીવરાજગઢ, બંધિયા, કેસવાળામાં વરસાદ શ્રીનાથગઢ, દેરડી(કુંભાજી) વસાવડ સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો છે. અડધાથી 2 ઈચ જેવા શ્રવણીયા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા છે.

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા અનરાધાર વરસ્યા હતા. જેમાં અમરેલીના બગસરા અને લીલીયા પંથકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, તો બગસરાની સાતલડી અને લીલીયાની નાવલી નદીમા પૂર આવ્યું છે. તો ગોંડલ પાસે આવેલા જલારામ બાપાના વીરપુરમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સિવાય ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું હતું અહીં જેસર પંથકમાં કદંબગીરી, ચિરોડા, સનાળા અને ભંડારીયા ગામમાં વરસાદ પડ્યો છે.

    આજી નદી ગાંડૂતૂર
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Days in state, Heavy Rain flow, Rajkot district, Rajkot Rain, ચોમાસુ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन