રોગચાળાના ભરડામાં રાજકોટ, આરોગ્ય સચિવ દોડી જશે

News18 Gujarati
Updated: August 22, 2019, 7:57 AM IST
રોગચાળાના ભરડામાં રાજકોટ, આરોગ્ય સચિવ દોડી જશે
ફાઇલ તસવીર

રાજ્યના સ્વાસ્થ્ય કમિશનર ડૉ. જયંતી રવિ શહેરના રોગચાળાની સ્થિતિનો તાગ મેળવશે. સિવિલ હૉસ્પિટલમા મિટિંગ

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટ : રોગચાળાના ભરડામાં સપડાયેલા રાજકોટની સ્થિતિથી સફાળા જાગેલા તંત્રએ હવે પગલાં લેવાનું શરૂ કર્યુ હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્યના આરોગ્ય સચિવ ડૉ. જયંતિ રવિ આજે રાજકોટની મુલાકાતે આવશે. રાજકોટમાં છેલ્લા 1 મહિનામાં માત્ર જુલાઈમાં 13 હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધી હોવાનો અહેવાલ છે.

આરોગ્ય સચિવ રાજકોટના રોગચાળાનો તાગ મેળવી જરૂરી પગલાં ભરે તેવી વકી છે. રાજકોટ શહેરમાં જુલાઈમાં ડેંગ્યૂના શંકાસ્પદ 301 કેસો નોંધાયા જેમાંથી 27 પોઝિટિવ નીકળ્યાં હતા. જ્યારે ઑગસ્ટમાં ડેંગ્યૂના શંકાસ્પદ 288 કેસો નોંધાયા હતા જેમાંથી 24 પોઝિટિવ નીકળ્યા હતા. જુલાઈમાં ચિકનગુનિયાના 22 કેસ નોંધાયા હતા, ઑગસ્ટમાં ચિકનગુનિયાના શંકાસ્પદ 26 કેસો નોંધાયા હતા જેમાં 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા.

આ પણ વાંચો : હું ભજનનો માણસ છું, મને ભજનિક રહેવા દો : હેમંત ચૌહાણ

જુલાઈ મહિનામાં માત્ર સિવિલ હૉસ્પિટલમાં જ ઓપીડીમાં 8632 દર્દીઓ અને આઈપીડીમાં 5468 દર્દીઓએ સારવાર લીધી હતી. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના ઓછાયા હેઠળ આડકતરી રીતે તાવના 4000 કેસ નોંધાયા છે.

રાજકોચ શહેરમાં ગઈકાલે મેયર બીનાબેન આચાર્યએ અને પાલિકાતંત્રએ બેઠક યોજી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. શહેરમાં એક મહિનામાં રોગચાળાના 21,000 કેસ નોંધાયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો.
First published: August 22, 2019
વધુ વાંચો
अगली ख़बर