Home /News /gujarat /

હાર્દિક પટેલ તેનાં નિવેદન પર કાયમ હું રાહુલ ગાંધીને નથી મળ્યો, મે પાંચ વખત CCTV ફૂટેજ જોયા

હાર્દિક પટેલ તેનાં નિવેદન પર કાયમ હું રાહુલ ગાંધીને નથી મળ્યો, મે પાંચ વખત CCTV ફૂટેજ જોયા

હું ભાજપ કે કોંગ્રેસમાં ક્યારેય જોડાવાનો નથી. સમાજના હીત માટે આ લોકોને મળું છું. આવનારા દિવસોમાં રાહુલ ગાંધી સમાજને લઇને કોઇ મોટી જાહેરાત કરે તેવું લાગી રહ્યું છે.

હું ભાજપ કે કોંગ્રેસમાં ક્યારેય જોડાવાનો નથી. સમાજના હીત માટે આ લોકોને મળું છું. આવનારા દિવસોમાં રાહુલ ગાંધી સમાજને લઇને કોઇ મોટી જાહેરાત કરે તેવું લાગી રહ્યું છે.

રાજકોટના તરઘડીમાં હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું કે તે ત્યાં રાહુલ ગાંધીનાં પીએ અને ગેહલોતને મળ્યો હતો. આવનારા દિવસોમાં હું ચોક્કસ ભાજપ સામે પગલા લઇશ અને કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળીશ. હું ભાજપ કે કોંગ્રેસમાં ક્યારેય જોડાવાનો નથી. સમાજ હીત માટે લોકોને મળુ છું. આવનારા દિવસોમાં રાહુલ ગાંધી સમાજને લઇને મોટી જાહેરાત કરે તેમ લાગી રહ્યું છે.

હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને ટ્વટિર પર ટ્વિટ કરીને પોતાની વાતનો ખુલાસો આપ્યો છે તેમ તેણે ભાજપનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નિતિન પટેલ પર પ્રહાર કરતાં કહ્યું કે, તેઓ હવે બોખલાઇ ગયા છે તેથી વારંવાર પ્રેસ કોન્ફરન્સ યોજે છે. તેમને મારા માટે ખુલાસો આપવા પ્રેસ કોન્ફરન્સ યોજવી પડે છે. તેમણે મારી આંગત મુલાકાતનાં વીડિયો જાહેર કર્યા છે. આ પાછળ ભાજપનો જ હાથ છે. હું આ માટે તાજ હોટલ પર કેસ પણ કરીશ.

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે મેં મીડિયા દ્વારા સીસીટીવી ચારથી પાંચ વખત જોયા, પરંતુ હું અને રાહુલ સાથે હોય તેવું ક્યાંય દેખાતું નથી, હું માત્ર ગેહલોતને જ મળ્યો છું. આવનારા દિવસોમાં ચોક્કસથી મારી કમિટી સાથે રાહુલ ગાંધીને મળીશ.



હાર્દિક પટેલનાં ભાજપ સરકારને સવાલ
તાજ હોટલમાંથી તેનાં CCTV ફૂટેજ બહાર આવતાની સાથે જ હાર્દિક પટેલે ભાજપ સરકાર પર સવાલ ઉઠાવતી ટ્વિટ કરી છે  તેણે લખ્યુ છે કે, ગુજરાતમાં હજારો લિટર દારૂ ભાજપની દેખરેખ હેઠળ બોર્ડરથી આવે છે ત્યારે તેમનાં CCTV ક્યાં જતા રહે છે ?
First published:

Tags: કોંગ્રેસ, પાસ, પ્રેસ કોન્ફરન્સ, ભાજપ, હાર્દિક પટેલ

આગામી સમાચાર