કચ્છ: હમીરસર અને રૂદ્રમાતા જળાશયો નર્મદાનીરથી ભરવાની વિચારણા: CM

પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રીએ ૧૨૧ ચેકડેમો બનાવવા બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી.

 • Share this:
  ભુજ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જિલ્લામાં તાજેતરમાં થયેલા વરસાદને પગલે નિવારણ પામેલી અછતની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને કચ્છને અછતમુકત જિલ્લો જાહેર કર્યો હતો.

  મુખ્યમંત્રીએ ૧૨૧ ચેકડેમો બનાવવા બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘‘મનરેગા’’ યોજના અન્વયે ચાલુ વર્ષે આ ૧૨૧ ચેકડેમો બનાવાયા છે. જે તમામ ચાલુ વર્ષના વરસાદથી ભરાઇ ગયા છે.

  કચ્છની જનતાની લાગણી સાથે જોડાયેલા હમીરસર તળાવ અને રૂદ્રમાતા ડેમને નર્મદાનીરથી ભરવાની રાજય સરકારની વિચારણા મુખ્યમંત્રીએ આ બેઠકમાં દોહરાવી હતી.

  તેમણે કચ્છ જિલ્લાની સ્થાનિક પરિસ્થિતિથી સંપૂર્ણ રીતે માહિતગાર થયા હતા અને ચાલુ વર્ષે પૂરતો વરસાદ થવા છતાં અછતની સંભવિત પરિસ્થિતિનું સઘન આયોજન કરવા તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી.

  સપ્ટેમ્બર માસમાં કચ્છ જિલ્લાને નર્મદાનું વધારાનું વહી જતું પાણી પુરું પાડવાની દ્ઢ ઈચ્છા શકિત મુખ્યમંત્રી રૂપાણીએ આ બેઠકમાં વ્યકત કરી હતી. જેનું યુધ્ધના ધોરણે આયોજન કરવા તેમણે અધિકારીઓને આદેશો આપ્યા હતા.

  ગાંધીધામ તાલુકાના શીણાય ડેમને નર્મદા નીરનું જોડાણ આપવા અંગે તેમણે આ બેઠકમાં અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ સાથે પરામર્શ કર્યો હતો અને ડેમનું વધારાનું પાણી છોડવાથી કેટલા ગામો લાભાન્વિત થાય અને કેટલા ચેકડેમો ભરાઇ શકે,  તે અંગે અધિકારીઓ પાસેથી તારણ મેળવ્યું હતું.

  વિજય રૂપાણીએ અછત અંગેની પરિસ્થિતિ, તેનું નિવારણ તથા અછતની પરિસ્થિતિમાં કરવાની થતી કામગીરીના આયોજન અંગેની પુસ્તિકાનું વિમોચન કર્યુ હતું તથા ‘‘DP KUTCH E Learning’’ અને District ct Panchayat Kutch’’ નામની બે મોબાઇલ એપનું લોન્ચિંગ પણ કર્યુ હતું.
  Published by:Vijaysinh Parmar
  First published: