Home /News /gujarat /પાકિસ્તાનના પૂરના પાણી કચ્છમાં ફરી વળ્યા, રણ દરિયામાં ફેરવાયું; અનેક માર્ગ ધોવાયા
પાકિસ્તાનના પૂરના પાણી કચ્છમાં ફરી વળ્યા, રણ દરિયામાં ફેરવાયું; અનેક માર્ગ ધોવાયા
પાકિસ્તાનના પૂરના પાણી કચ્છમાં ફરી વળ્યા
Pakistan flood water enter in kutch: પાકિસ્તાનમાં પડેલા અનરાધાર વરસાદના પાણી હવે કચ્છમાં ફરી વળ્યા છે, ત્યારે રણ જાણે દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે
કચ્છ: પાકિસ્તાનમં થયેલી અતિવૃષ્ટિની અસર કચ્છમાં જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં પડેલા અનરાધાર વરસાદના પાણી હવે કચ્છમાં ફરી વળ્યા છે, ત્યારે રણ જાણે દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના અતિવૃષ્ટિના પાણી કચ્છમાં ઘૂસી ગયા છે અને અહીં ધોળાવીરા-ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. પાકિસ્તાથી આવેલા વરસાદી પાણીને લીધે માર્ગ ધોવાઇ ગયા છે. અનેક જગ્યાએ માર્ગ ધોવાયા હોવાની ફરિયાદો સ્થાનિક લોકો કરી રહ્યા છે, ત્યારે એના લીધે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાનમાં અતિવૃષ્ટિને કારણે સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ત્યાંના પાણી ગુજરાતના કચ્છમાં ફરી વળતાં કચ્છનું રણ જાણે દરિયામાં ફેરવાયું છે. પાકિસ્તાનના પુરના પાણી કચ્છમાં ફરી વળતાં સ્થાનિક લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઇ છે. એટલું જ નહીં, મોટા પ્રમાણમાં પાણી રસ્તાઓ પર ફરી વળતાં રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે. ખાસ કરીને ધોળવીરા-ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ઉપરાંત આ પૂરના પાણીને લીધે અનેક માર્ગ ધોવાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનમાં પૂરનો કહેર જોવ મળી રહ્યો છે. પાકિસ્તાનનો મોટાભાગનો વિસ્તાર પૂરનો સામનો કરી રહ્યો છે. સિંઘથી લઇને બલુચિસ્તાન સુધી કેટલાય રાજ્યોની સ્થિતિ કફોળી બની છે. અત્યાર સુધી 1100થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ઉપરાંત ત્રણ કરોડથી વધુ લોકો બેઘર થયા હોવાનું સામે આવી રહ્યું છે.
પાકિસ્તાનમાં અતિવૃષ્ટિને લીધે ખૂબ જ ગંભીર સ્થિતિ સર્જાઇ છે. લોકો ભૂખ્યા પેટે સૂવા માટે મજબૂર બની રહ્યા છે. સ્થિતિ સતત વળસી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાનના નાણામંત્રીના જણાવ્યા અનુસાર, પૂરના લીધે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 10 અબજ અમેરિકી ડોલરનું નુકસાન પહોંચ્યું છે. લગભગ 10 લાખ ઘરોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન પહોંચ્યું છે. કરોડો લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહ્યું નથી. લગભગ 7.19 લાખ પુશના મોત થયા છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર