Home /News /gujarat /Weather Forecast: ગુજરાતમાં શનિ-રવિ કમોસમી વરસાદની આગાહી, 5થી 12 માર્ચ દરમિયાન પડી શકે છે માવઠું

Weather Forecast: ગુજરાતમાં શનિ-રવિ કમોસમી વરસાદની આગાહી, 5થી 12 માર્ચ દરમિયાન પડી શકે છે માવઠું

પાંચ દિવસ માવઠાંની આગાહી

Unseasonal Rain in Weekend: ગુજરાતમાં ઉત્તર-પૂર્વનાં પવન (Gujarat Weather) ફુંકાઇ રહ્યાં છે જેને કારણે 7 માર્ચનાં કમોસમી વરસાદની આગાહી (Unseasonal Rain) કરવામાં આવી છે. જેમાં ડાંગ, નર્મદા અને તાપીમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ઠંડર સ્ટ્રોમ આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ જુઓ ...
આજથી રાજ્યમાં પાંચ દિવસ કમોસમી વરસાદ પડવાની (Gujarat weather) હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે ખેડૂતો માટે માઠા સમાચાર છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. મોડી રાત્રે અને સવારે ઠંડકનો અહેસાસ થાય છે તો બપોરે કાળ ઝાળ ગરમીથી લોકો પરેશાન થઇ રહ્યાં છે. અચાનક હવામાનમાં આવેલાં પલટાથી લોકો પરેશાન થઇ રહ્યાં છે એવામાં હવામાન વિભાગ (Gujarat Summer 2022) દ્વારા માવઠાની આગાહી કરી છે.

ગુજરાતમાં ઉત્તર-પૂર્વનાં પવન ફુંકાઇ રહ્યાં છે જેને કારણે 7 માર્ચનાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ડાંગ, નર્મદા અને તાપીમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ઠંડર સ્ટ્રોમ આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તો આ વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું (Ambalal Patel) કહેવું છે કે, બંગાળનાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેની અસર ગુજરાતનાં વાતાવરણ પર જોવા મળશે. જેને કારણે પાંચ તારીખ પછી અને 10 તારીખ સુધીમાં વાતાવરણમાં થોડો પલટો આવશે. અને આ વચ્ચેનાં દિવસોમાં એટલે કે 7, 8 અને 9 તારીખ સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદ આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાનો અંત, નવા કેસો 100ની અંદર, એક પણ મોત નહીં

જેમાં સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાનાં વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્યાં પાંચ માર્ચ બાદ વરસાદ આવે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં 5 માર્ચથી વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે 7 અને 8 તારીખનાં માવઠું આવવાની શક્યતા છે . જ્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ, નર્મદા અને તાપીનાં વિસ્તારમાં 8થી 10 તારીખ વચ્ચે માવઠું આવે તેવાં એંધાણા છે.

ખેડૂતોની ચિંતામાં વધારો- વિપરીત વાતાવરણના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે. જોકે 5થી 12 માર્ચના વાતાવરણના પલટાની શક્યતાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, હવે શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે અને તેવામાં જ સામાન્ય વરસાદની અગાહીએ ચિંતા વધારી છે. જો કમોસમી વરસાદ થાય તો ઉભા પાકમાં રોગ થવાની શકયતા રહે.
First published:

Tags: Ambalal Patel Agaahi, Gujarat latest news, Gujarat weather news, Unseasonal rain

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો