ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અબડાસાનો ઇતિહાસ છે રસપ્રદ, એક જ ઉમેદવાર અહીં બીજીવાર ચૂંટણી નથી જીત્યો

ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અબડાસાનો ઇતિહાસ છે રસપ્રદ, એક જ ઉમેદવાર અહીં બીજીવાર ચૂંટણી નથી જીત્યો
ગુજરાત વિધાનસભા

રાજયની આ પ્રથમ ક્રમાંકની બેઠકનો રાજકીય ઇતિહાસ પણ રસપ્રદ છે,

 • Share this:
  મેહુલ સોલંકી, ભુજ : ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની શરૂઆત અબડાસા બેઠકથી થાય છે. રાજયની આ પ્રથમ ક્રમાંકની બેઠકનો રાજકીય ઇતિહાસ પણ રસપ્રદ છે, જેેના અનેક કારણો આજે જોઇએ.

  1. અબડાસા બેઠક ઉપર અત્યાર સુધીમાં એકને એક ઉમેદવાર બીજી વાર ચૂંટણી જીતી શકતો નથી. ભૂતકાળમાં તારાચંદ છેડા, નરેન્દ્રસિંહ જાડેજા, છબીલ પટેલ, જયંતી ભાનુશાલી, ડો. નીમાબેન આચાર્ય અહીં બીજી વાર જીતી શકયા નથી. તો, અબડાસા બેઠક રાજકીય પક્ષ પલટાને કારણે પણ રાજયના રાજકારણમાં ચર્ચામાં રહી ચુકી છે.  2.  અબડાસા વિધાનસભાના જ્ઞાતિવાર આંકડાકીય વાત કરી તો મુસ્લિમ-62532, પટેલ-29999, ક્ષત્રીય-28234, કોલી-10184, બ્રાહ્મણ-7725, રબારી-12305, રાજપૂત-4630, દરજી, સુથાર-4221, લોહાણા-4302, જૈન-2355, ગઢવી-3071, ગોસ્વામી-4349, ભાનુશાલી-8255 સહિત કુલ 22,6384 મતદારો નોંધાયલા છે.

  3.  વર્ષ 1962માં કચ્છમાં સ્વતંત્ર પક્ષ અબડાસામાં ચૂંટણી જીત્યો હતો. પણ, મોટેભાગે 1957ના પ્રારંભથી 1990 સુધી અબડાસા કોંગ્રેસનો ગઢ રહ્યું છે. ભાજપ વતી પ્રથમવાર તારાચંદ છેડાએ અબડાસામાં ચૂંટણી જીતી ડો. નીમાબેનને હરાવી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું. પણ, 1995માં ડો. નીમાબેન આચાર્ય જીત્યા, તારાચંદ છેડા હાર્યા, તો,  1998માં કોંગ્રેસના ઈબ્રાહીમ મંધરા જીત્યા. 2002માં ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા જીત્યા. 2002 બાદ ડો.આચાર્ય કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા, તો નરેન્દ્રસિંહ જાડેજા ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યા. તેઓ 2007માં જયંતી ભાનુશાલી સામે હાર્યા. તો, 2012 માં કોંગ્રેસના છબીલ પટેલ ભાજપના જયંતી ભાનુશાલીને હરાવી વિજેતા બન્યા.

  જોકે, છબીલ પટેલ ભાજપમાં આવ્યા એટલે પેટા ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસે રાજયકક્ષાના આગેવાન શકિતસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા, ભાજપના છબીલ પટેલ તેમની સામે હાર્યા.

  આ પણ જુઓ -    4. આ ચૂંટણી બાદ જયંતી ભાનુશાલી અને છબીલ પટેલ વચ્ચે વેરના બીજ રોપાયા. જે,  2017માં છબીલ પટેલ કોંગ્રેસના પ્રદ્યુમ્નસિંહ જાડેજા સામે હાર્યા બાદ ભાનુશાલી અને છબીલ વચ્ચે વેરની ગાંઠ મજબૂત થઈ. જોકે, રાજકીય પક્ષ પલટાની વાત કરીએ તો અહીંથી જીતનાર ડો. નીમાબેન આચાર્ય, છબીલ પટેલ અને છેલ્લે હવે પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા.

  આ પણ વાંચો -  'સ્નેપડીલનાં લકી ડ્રોમાં તમે કાર જીત્યા છો', લાલચ આપીને 10 લાખથી વધુ રૂપિયા ખંખેરી લીધા
  Published by:Kaushal Pancholi
  First published:October 03, 2020, 14:14 pm

  ટૉપ ન્યૂઝ