Home /News /gujarat /ગુજરાતમાં ફરીથી પેપર ફૂટ્યૂં? 'પરીક્ષા પહેલા જ પેપરના પેકેટ પર સેલોટેપ લાગેલી હતી'

ગુજરાતમાં ફરીથી પેપર ફૂટ્યૂં? 'પરીક્ષા પહેલા જ પેપરના પેકેટ પર સેલોટેપ લાગેલી હતી'

ઉમેદવાર ગીતાબેન માલી

Rajkot News: આ તમામ વસ્તુઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. અમે સિગ્નેચર પણ નહીં કરીએ અને પેપર પણ નહીં આપીએ.'

  રાજકોટ: ગુજરાતની (Gujarat) ભરતીઓમાં પ્રરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. રાજકોટ (Rajkot) શહેરની ઉડાન સ્કૂલના બ્લોક નં. 2માં વનરક્ષકની પરીક્ષા (Vanrakshan Exam) હતી. પરીક્ષાનો સમય 12 વાગ્યાથી શરૂ થતો હતો. પરીક્ષા શરૂ થતા પહેલા મહિલા સુપરવાઈઝર પ્રશ્નપત્રનું પેકેટ લઈને આવ્યા હતા. તેમણે પેપરનું સીલ બધાને બતાવ્યું હતું અને તેમાં બે વિદ્યાર્થિનીની સહી માટે જણાવ્યું હતું. પરંતુ વિદ્યાર્થીઓને સીલબંધ પેકેટની નીચે સેલોટેપ દેખાઇ હતી. આ અંગે મહિલા ઉમેદવારે અનેક આક્ષેપો કર્યા છે. અમે ઉમેદવાર ગીતાબેન માલી સાથે જ ખાસ વાતચીત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, 'હું તે ક્લાસમાં સૌથી છેલ્લે બેઠી હતી અને સીલ લગાવેલા પેકેટની નીચે સેલો ટેપ દેખાઈ હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ અંગે અમે તપાસની સાથે ન્યાયની માંગ કરીએ છીએ.'

  'આ તમામ ઘટના સીસીટીવીમા કેદ હતી'

  ઉમેદવાર ગીતાબેન માલીના આક્ષેપ કરતા જણાવ્યું કે, 'હું વનરક્ષકની પરીક્ષા આપવા ગઇ હતી. ત્યારે સુપરવાઇઝરે પહેલી બેંચ પર બેઠેલા હરેશભાઇ સોલંકીને પેપર આપ્યું હતુ. ત્યારે તેમણે કહ્યુ હતુ કે, આ પેકેટ તૂટેલું છે, આ બધું હું પણ ત્યાં બેસીને જોતી હતી. હું પણ ઉભી થઇને આવી હતી અને કહ્યુ હતુ કે, આ પેપર તૂટેલું છે અને 16 એમએમ જેટલી સેલોટેપ લગાવેલી છે. જેથી મારી સાથે આખા ક્લાસે પેપર આપવાની મનાઇ કરી દીધી. આ તમામ વસ્તુઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. અમે સિગ્નેચર પણ નહીં કરીએ અને પેપર પણ નહીં આપીએ.'

  આ પણ વાંચો - ગુજરાત ચૂંટણીમાં BJPને કોંગ્રેસ-આપથી ડર? મુખ્યમંત્રી પટેલે કહ્યુ, 'અમારી જીત નિશ્ચિત'

  'અધિકારીએ તૂટેલા સીલનો ફોટો પાડ્યો હતો'

  તેમણે વધુમાં જણાવ્યુ કે, 'જેથી બહાર આવેલા અધિકારી ડો. આર.ડી પરમાર અંદર આવી ગયા હતા. મેં તેમને કહ્યુ કે, હું મોબાઇલથી ફોટો પાડી લઉ. પરંતુ તેની તેમણે મંજૂરી ન આપી. જે બાદ મેં તેમને કહ્યું કે, તમારી પાસે મોબાઇલ છે તો તમે આ ફોટો પાડીને મને મોકલી આપો. તેમને ફોટો પાડીને પેપર તૂટ્યાનું માન્યું પણ. તેમણે આ અંગેની અરજી પણ કરીને અને મારી અને હરેશભાઇની પણ સહી લેવામાં આવી. પછી અમે લોકોએ પરીક્ષા આપી.'  'અધિકારીએ ફોટો ન મળ્યો'

  ઉમેદવારે વધુમાં કહ્યુ હતુ કે, ‘પેપર પત્યા બાદ અમે અધિકારીની ઓફિસમાં ગયા હતા. અમે તેમને કહ્યું કે, હવે ફોટો અમને મોકલી દો. તેમને કહ્યું તમારા નંબર લખી દો હું પેપર મોકલી દઇશ. પરંતુ સાંજ સુધી તેમને નંબર ન આપ્યો. જેથી તેમનો નંબર મેળવીને ફોન કર્યો. ત્યારે તેમણે કહ્યુ કે, આપણે ગુરૂવારે મળીને વાત કરીએ. ફોટો હું નહીં મોકલી શકુ કારણ કે, મારી પાસે એની ઓથોરિટી નથી.

  આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ આક્ષેપ કરતા જણાવ્યુ છે કે, 'અન્ય જિલ્લાઓમાં પણ આવી ગેરરીતિ સામે આવી છે.'
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Paper leak, ગુજરાત, યુવરાજસિંહ, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन