ધ્રાંગધ્રા આર્મીની ટીમે બોરવેલમાં પડેલા અઢી વર્ષના બાળકને બચાવ્યો, જુઓ રેસ્ક્યૂનો દિલધડક Video
ધ્રાંગધ્રા આર્મીની ટીમે બોરવેલમાં પડેલા અઢી વર્ષના બાળકને બચાવ્યો, જુઓ રેસ્ક્યૂનો દિલધડક Video
ગુજરાતી સેનાનો રેસ્ક્યૂનો વીડિયો વાયરલ
Gujarat latest video : બાળક રમતાં રમતાં ખુલ્લા બોર નજીક આવતા બોરમાં પડી ગયું હતુ. બાળકના પડવાનો અવાજ આવતા સૌ પ્રથમ તેની માતા દોડી આવી હતી અને શિવમના પિતાને બોલાવી શિવમને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં.
Emotional video સુરેન્દ્રનગર : રાજ્યમાં સેનાને સલામ કરવાનું મન થાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપૂર ગામની સીમમાં આવેલી વાડીના બોરમા બેથી અઢી વર્ષનું બાળક પડી ગયુ હતુ. બાળક બોરમાં પડ્યા બાદ અંદાજે સાડા ત્રણ કલાક બાદ ધ્રાંગધ્રા આર્મિ જવાનોની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યું હતું. જેના કારણે બાળકના માતા પિતા સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ હૃદયસ્પર્શી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જે જોઇને લોકો સેનાની બહાદૂરી સાથે માનવતાને પણ સલામ કરે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મંગળવારે સાંજના સાત વાગ્યાની આસપાસ બેથી અઢી વર્ષનો શિવમ રમતાં રમતાં 300 ફુટથી વધુ ઉંડા બોરમાં પડી ગયો હતો. મંગળવારે સાંજના સમયે તેના માતા રસોઇ બનાવી રહી હતી અને પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. આ દરમિયાન બાળક રમતાં રમતાં ખુલ્લા બોર નજીક આવતા બોરમાં પડી ગયું હતુ.
બાળકના પડવાનો અવાજ આવતા સૌ પ્રથમ તેની માતા દોડી આવી હતી અને શિવમના પિતાને બોલાવી શિવમને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં. શિવમ અંદાજે 20 ફુટ જેટલે નીચે બોરમાં ફસાઇ ગયો હતો. જેની જાણ તંત્રને થતા ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને લગભગ 40 મિનિટમાં આ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવિત કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર