Home /News /gujarat /રાજકોટમાં વરસાદથી કહીં ખુશી તો કહીં ગમનો માહોલ, આજી ડેમ ભરાતા ખેડૂતો ખુશ જ્યારે દીવાલ પડતા બેનાં મોત

રાજકોટમાં વરસાદથી કહીં ખુશી તો કહીં ગમનો માહોલ, આજી ડેમ ભરાતા ખેડૂતો ખુશ જ્યારે દીવાલ પડતા બેનાં મોત

રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારના રોજ વાતાવરણમાં પલટાના કારણે શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. 

રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારના રોજ વાતાવરણમાં પલટાના કારણે શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. 

રાજકોટ: શહેરમાં (Rajkot) રવિવાર ના રોજ પવન સાથે વરસાદ (rainfall) પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રાજકોટમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જ્યારે કે ગોંડલમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ આટકોટ પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારમાં વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. તેમાં વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કાલાવડ રોડ કોટેચા ચોક સહિતના જુદા-જુદા વિસ્તારોમાં પીજીવીસીએલના પાંચથી વધુ ફીડર બંધ થઈ ગયા હોવાના કારણે લોકોએ બે કલાક સુધી લાઈટ વિના સમય પસાર કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ લોકોએ પીજીવીસીએલના કોલ સેન્ટર પર ફરિયાદ કરવા ફોન કર્યા હતા પરંતુ સંપર્ક કરી ન શકતા લોકો અકળાયા હતા.

આજી2 ડેમ ઓવરફ્લો

ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે માધાપરથી થોડે દુર આવેલો આજી2 ડેમ રાત્રીના 12 કલાકે ઓવરફલો થતા તેનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો. સતત ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજી 2 ડેમનો એક દરવાજો માત્ર 20 દિવસના સમયગાળામાં બીજી વખત ખોલવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ લક્ષી કામો માટે આપવામાં આવે છે.

રાજ્યમાં શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ: છતાં અમદાવાદની 30થી વધુ શાળાઓમાં શૈક્ષણિક કામગીરી અટવાઈ

દીવાલ ધરાશાયી થવાથી બેનાં મોત

તો બીજી તરફ વરસાદ પડવાના કારણે કેટલીક જગ્યાએ દુઃખદ ઘટના ઘટી હોવાનું પણ સામે આવ્યું છે. વરસાદના કારણે બે જેટલા સ્થળે દિવાલ તૂટી પડવાના બનાવો પણ સામે આવ્યા છે. માલિયાસણ પાસે આવેલા કોટન ના કારખાનામાં નોકરી કરતા શ્રમિકોની પાસે રહેલી દીવાલ ધસી પડતાં દિનેશ સિંઘ અને સુખદેવ સિંઘ નામના શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સારવાર માટે બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું.

ગુજરાતીઓ માટે સારા સમાચાર: આવતીકાલથી ખૂલી રહ્યું છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જાણો બુકિંગની માહિતી
" isDesktop="true" id="1102853" >



જ્યારે કે અન્ય એક બનાવ મોરબી રોડ પર આવેલા વેલનાથ બન્યો હોવાનું સામે આવ્યું છે. વેલનાથ પરા એકવાર રહેલો સુમન નામનો યુવાન રાત્રે ઘરે હતો ત્યારે અચાનક દિવાલ તૂટી પડવાથી તેને ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Aji dam, Pre-Monsoon, ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन