Home /News /gujarat /Gujarat Flood: આવતીકાલથી કોંગ્રેસના ધારાસભ્યો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

Gujarat Flood: આવતીકાલથી કોંગ્રેસના ધારાસભ્યો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી, ધારાસભ્ય આનંદ ચૌધરી, અનંત પટેલ, પુનાજી ગામિત, પૂર્વ સાંસદ કિશનભાઇ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો વરસાદથી પ્રભાવિત અને અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે.

છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rainfall in Gujarat)ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તાર જળબંબાકાર (Saurastra Flood) પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, અનેક પરિવારો બેઘર થયા છે. ત્યાં જ રહેઠાણોમાં અને ખેતીને મોટા પાયે નુકસાન છે. ધંધા રોજગારી ઠપ થઈ જતા આવતીકાલ તા. 21 અને 22 જુલાઈ કોંગ્રેસના ધારાસભ્યો (Congress MLA)નું મંડળ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત (South Gujarat Monsoon) ના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પ્રભાવિત લોકોને મળીને વેદના સાંભળશે.

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ સૌરાષ્ટ્રના જૂનાગઢ દ્વારકા જામનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારો પ્રભાવિત થવા પામ્યા છે આ અસરગ્રસ્ત ગામોની જાત મુલાકાત લઈને લોકોને વેદનાને સાંભળશે.

દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે. ગ્રામજનોની હાલત ખૂબ કફોડી હોવાથી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી, ધારાસભ્ય આનંદ ચૌધરી, અનંત પટેલ, પુનાજી ગામિત, પૂર્વ સાંસદ કિશનભાઇ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો વરસાદથી પ્રભાવિત અને અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે.

આ પણ વાંચો- અમદાવાદની મહિલા બની માથાભારે વ્યાજખોર, 10 વર્ષ વ્યાજ ચૂકવ્યા બાદ યુવકે કરવો પડ્યો આપઘાત

સૌરાષ્ટ્રના, જૂનાગઢ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં ખેતીને પારાવાર નુકસાન થયું છે અસરગ્રસ્ત ગામોમાં કોંગ્રેસ આગેવાન હર્ષદ રીબડીયા, બાબુભાઈ વાજા, ભીખાભાઈ જોશી, સાહિત્યનું પ્રતિનિધિ મંડળ મુલાકાત લેશે અને લોકોને પડી રહેલી મુશ્કેલી અને નુકસાનની વિસ્તૃત વિગતો મેળવશે.

આ પણ વાંચો- સુરતના કપડાં ઉત્પાદકને એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું

આગામી વિધાસભા ચૂંટણીને અનુલક્ષીને હાલ કોંગેસ પ્રજા વચ્ચે જવાના મુદ્દા શોધી રહી છે. અતિવૃષ્ટી થી રોડ રસ્તાને નુકશાન, સમયસર સરકારી મદદનો અભાવ, ખેતી પાકોને નુકશાન, મદદ માટે અધિકારીઓની લાચારી જેવા પ્રજા ના પ્રશ્નો છે ત્યારે કોંગેસ નેતાઓ પ્રજાને મળીને તેમની સહાનુભૂતિ મેળવશે અને આજ પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકાર પાસે જઇને પ્રજાની આગેવાની કરશે.
Published by:rakesh parmar
First published:

Tags: Gandhinagar News, Gujarat monsoon 2022, Gujarat rainfall, Gujarati news