gujarat rainfall : રાજકોટમાં 2થી 3 કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રાજકોટ શહેર પાણી પાણી થઈ ગયું. ચો તરફ શહેરમાં જાણે રસ્તાઓ નહીં નદીઓનું વહેણ વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
રાજ્યના અનેક વિસ્તારમાં જોરદાર મેઘમહેર થઈ રહી છે. તેમાં સૌથી વધારે ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા, રાજકોટ, મોરબી, જામનગર અને કચ્છના નખત્રાણામાં મેઘરાજાએ આજે ધમાકેદાર બેટીંગ કરી છે. આ બધામાં સૌથી વધારે જુનાગઢના વંથલી ગામમાં 1 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો ચે, તો દેવભૂમિ દ્વારકાના કલ્યામપુરમાં પણ બે કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
જો રાજકોટની વાત કરીએ તો રંગીલું રાજકોટ રંગોથી નહીં પણ આજે પાણીથી ભરપૂર થઈ ગયું રંગીલું રાજકોટ. 2થી 3 કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રાજકોટ શહેર પાણી પાણી થઈ ગયું. ચો તરફ શહેરમાં જાણે રસ્તાઓ નહીં નદીઓનું વહેણ વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તંત્રની પ્રિ મોનસૂન કામગીરી સામે પણ રાજકોટના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. 2થી 3 કલાકમાં મેઘરાજાએ રાજકોટને બેટમાં ફેરવી દીધુ હોય એવા દ્રશ્યો સામે આવ્યા.
રાજકોટોના અયોધ્યા ચોક વિસ્તાર - મેઘાની ધમાકેદાર બેટિંગના કારણે રંગીલા રાજકોટના રસ્તાઓ સ્વિમિંગ પુલમાં ફરેવાઈ ગયા. રાજકોટની ચોતરફ પાણી ફરી વળ્યું. રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અતિ ભારે વરસાદના કારણે આ રસ્તાઓ પર પસાર થતાં રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
હવે રાજકોટના મવડી બ્રિજ વિસ્તારની હાલાકીના દ્રશ્યો જોઈએ. મવડી બ્રિજ પાસે અતિ ભારે વરસાદના કારણે વાહનોના સાઈલેન્સર ડુબી જાય તેટલા પાણી ભરાયા ગયા છે. મવડી ચોકડી પાસે આવેલ બ્રિજ નીચે ગોઠણ સમાં પાણી ભરાયાં છે. તો બીજી તરફ 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો ફસાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા.
રાજકોટના ભોવેશ્વરમાં પણ અતિ ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતાં નાળાઓ ખળ ખળ વહી રહ્યા છે. નાળાઓમાં ભરપૂર પાણીનો તિવ્ર પ્રવાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ આસપાસના વિસ્તારના લોકો પણ ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર