Home /News /gujarat /ગુજરાત પોલીસની કારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, આરોપી અને ચાર કર્મીઓના મોત

ગુજરાત પોલીસની કારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, આરોપી અને ચાર કર્મીઓના મોત

મૃતક પોલીસ કર્મીઓની ફાઇલ તસવીરો

Bhavnagar Police car accident: મૃતક પોલીસ કર્મીઓ ભાવનગરમાં ફરજ બજાવતા હતા.

    ભાવનગર: રાજસ્થાનમાંથી (Gujarat Police car accident) ગમખ્વાર કાર અકસ્માતના (Car accident) સમાચાર સામે આવી રહયાં છે. જેમા કારમાં સવાર આરોપી અને ભાવનગર પોલીસના ચાર કર્મીઓ સહિત 5ના મોત નીપજ્યા છે. મૃતક પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. આ અકસ્માત જયપુરના ભાભરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે.

    ઝાડ સાથે અથડાઇ કાર

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, 8 તારીખે ભાવનગર પોલીસના ચાર કર્મચારી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ઇરફાન આગવાન અને મનસુખ બાલધીયા ઘરફોડ ચોરીના આરોપીને પકડવા માટે દિલ્હી ગયા હતા. આરોપીને પકડીને ચારેય પોલીસકર્મી ભાવનગર પરત ફરી રહ્યા હતા. તેમની કાર જયપુર દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

    સ્થાનિકોએ કરી મદદ

    આ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકો મદદ માટે ઉભા રહ્યા હતા. તેમણે સ્થાનિક પોલીસને પણ આ બનાવ અંગેની જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલૂમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો - સુરત: પિતાના આવ્યા બાદ નીકળી વ્હાલી દીકરી ગ્રીષ્માની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા

    મૃતક પોલીસકર્મીઓના નામ

    1. ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ
    2. શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ
    3. મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ
    4. ઈરફાન અગવાન , કોન્સ્ટેબલ



    ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ સાંત્વના આપી

    આ દુખદ અકસ્માતમાં પોલીસકર્મીઓના મોત અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે દુઃખ વ્યક્ત કર્યું છે.



    ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, દિલ્હીથી પરત આવી રહેલા, જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી તેમજ 1 આરોપી સહિતના લોકોની માર્ગ અકસ્માતની જાણકારી મળી છે એ અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી ઈશ્વરને પ્રાર્થના.



    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કરતા કહ્યુ હતું કે, દિલ્હીથી પરત ફરતી વખતે જયપુર ભાબરુ નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી સહિત 5 લોકોનાં મોતની જાણકારી મળી છે. શોકાતુર પરિવારને મારી સંવેદના, ઇશ્વર મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરે.
    " isDesktop="true" id="1179522" >

    આ અચાનક અકસ્માત બાદ રાજ્ય સહિત ભાવનગર પોલીસ બેડા તથા પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bhavnagar news, Gujarat police, અકસ્માત, ગુજરાત, ભાવનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन