મુદ્રા પોર્ટ પર NCBની કાર્યવાહી મામલે થયો મોટો ખુલાસો, 60 કિલો હાઈડ્રોપોનીક ગાંજો જવાનો હતો પંજાબ
મુદ્રા પોર્ટ પર NCBની કાર્યવાહી મામલે થયો મોટો ખુલાસો, 60 કિલો હાઈડ્રોપોનીક ગાંજો જવાનો હતો પંજાબ
પ્રતીકાત્મક તસવીર
Gujarat news: કેનેડાના ઓન્ટેરિયોથી આ ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું હતું. આ ડ્રગને ત્યાં રહેતા અમરજીત નામના વ્યક્તિએ મોકલી આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
કચ્છ: NCB દ્વારા મુદ્રા પોર્ટ પરથી વિદેશી ડ્રગ (drugs seized) કબ્જે કરવામાં આવ્યું છે. ગાંજો સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે છેલ્લા 2 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. આ ડ્રગ કેનેડાથી પંજાબના (drugs came from canada to punjab) ગોવિંદગઢમાં જવાનું હતું તેવી માહિતી સામે આવી રહી છે. હાલ 1 કન્ટેનરમાં ગાંજો હોવાની માહિતી પણ મળી રહી છે. હાલ મુદ્દમાલની ગણતરી ચાલી રહી છે.
ન્યુઝ18 ગુજરાતી પાસે આવેલ માહિતી પ્રમાણે, કેનેડાના ઓન્ટેરિયોથી આ ડ્રગ સપ્લાય કરવામાં આવ્યું હતું. આ ડ્રગને ત્યાં રહેતા અમરજીત નામના વ્યક્તિએ ડ્રગ મોકલી આપ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ ડ્રગ કેનેડાથી પંજાબ જવાનું હતું. પંજાબના ગોવિંદગઢમાં એક ફેક્ટરીમાં સપ્લાય થવાનું હતું. 1 કન્ટેનરમાં ગાંજો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ પણ કાર્યવાહી ચાલી રહી છે અને મુદ્દામાલની ગણતરી બાદ સામે આવ્યું છે કે, આ ડ્રગ હાઈડ્રોપોનિક ગાંજો છે અને જે કુલ 60 કિલો હોવાનું સામે આવી રહ્યું છે.
મહત્વ નું છે કે, આ ડ્રગની વિદેશમાં ખૂબ જ માંગ છે અને જેની કિંમત 1 કિલોની 20 લાખ સુધીની હોય છે. આ મામલે 2થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને જેમની પૂછપરછ ચાલી રહી છે. મહત્વ નું છે કે, આ ડ્રગ પહેલી વાર મોકલવામાં આવ્યું છે કે પછી અગાઉ પણ સપ્લાય થયુ છે અને પંજાબનો ડ્રગ માફિયા કોણ છે તે તમામ માહિતી મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તપાસમાં અન્ય મોટા ખુલાસાઓ સામે આવશે તેની પ્રબળ શક્યતાઓ રહેલી છે. નોંધનીય વાત એ છે કે, આ ડ્રગને ખુબજ આસાનીથી ઉગાડી શકાય છે અને ભારતમાં મળતા ગાંજા કરતા ખૂબ અલગ અને તીવ્ર હોય છે. જેથી વિદેશમાં તેની ખુબ વધારે ડિમાન્ડ પણ છે. આ ડ્રગ પંજાબમાં કોની પાસે જઈ રહ્યું હતું તે શોધવા માટે ncbની અલગ અલગ ટિમો કામ કરી રહી છે અને તપાસમાં તમામ લોકોના નામ સામે આવી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર