થોડા સમયથી હિના (Hina), તેની બહેન સેજલ (Sejal) અને એમઆઈનાં (Mi) મિમ્સ અને ઓડિયો ઘણાં જ વાયરલ (Viral) થયા છે. ત્યારે રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી (local Body Election) માટે પ્રચાર પ્રસારમાં પણ હવે હિનાની એન્ટ્રી થઇ છે. હાલ આ અંગેનો ઓડિયો ઘણો જ વાયરલ (Viral Audio) થઇ રહ્યો છે.
હાલ સોશિયલ મીડિયામાં (Social media) એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જે ઓડિયો ક્લિપ કોઈ વ્યક્તિ હિનાના પિતા દિલીપ ભાઈ સાથે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ વાતચીત કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઓડિયો ક્લિપમાં અજાણી વ્યક્તિ હિના તેમજ તેની બહેન સેજલની પણ વાત કરી રહ્યા હોવાનું સંભળાઇ રહ્યું છે.
ત્યારે અજાણી વ્યક્તિ હિનાના પિતા દિલીપભાઈને કહે છે કે, ભાજપ અને કોંગ્રેસ એટલે સાવ હલકુ. હીનાને કમળ પ્રિય છે પરંતુ તમે તેને સમજાવો કે ઝાડુથી ઘણા કામ થઈ શકે. ત્યારે હિના જો આઈફોનનો માર્કેટ રાતોરાત ઉપર પહોંચાડી શકતી હોય. તો તે ગુજરાતને પણ દિલ્હી બનાવી શકે છે. ત્યારે તમે તેમને સમજાવો કે, આપણે ગુજરાતને દિલ્હી બનાવવું છે કે પછી ગુજરાતને યુપી બનાવવું છે.
ભાજપે રાજ્યસભાની બે ખાલી બેઠકો પર જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોણ છે આ નવા ચહેરા
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે હિનાની બહેન તેમજ ધ્રુવલના માતા પિતા સાથેનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. તો સાથેજ આઇફોન અને MI ના ફોનને લઇ જુદા જુદા મિમ્સ પણ ફરતા થયા હતા.
મોરબી: ટ્રકમાં જોરદાર ટ્રિકથી છૂપાવીને લવાતો હતો પાંચ લાખથી વધુનો દારૂ, LCBએ ઝડપી પાડ્યો
હાલ જ્યારે રાજકોટ સહિત ગુજરાત ભરમાં મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓના પ્રચાર પડઘમ શરૂ છે. ત્યારે કોઈ વ્યક્તિએ રમૂજ માટે આ પ્રકારની ઓડિયો ક્લિપ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, માત્ર એક મોબાઇલ ફોનના કારણે હિનાનું સગપણ તૂટી ગયું હોવાની વાત ખુદ જાણીતા ભાગવત કથાકાર જીગ્નેશ દાદાની વ્યાસપીઠ સુધી પણ પહોંચી હતી. ખુદ જીગ્નેશ દાદાએ પોતાની વ્યાસપીઠ પરથી કહયું હતું કે, આપણા સમાજમાં લોકોની માનસિકતા કયા પ્રકારની થઈ ગઈ છે કે, માત્ર એક ફોનના લીધે લોકોના સગપણ તૂટી જાય છે.