Home /News /gujarat /

રાજકોટ: બે બે દીકરા છતાં રઝળપાટ કરતી માતાના ખાતામાં પુત્રને 25 હજાર જમા કરાવવાનો કોર્ટનો આદેશ

રાજકોટ: બે બે દીકરા છતાં રઝળપાટ કરતી માતાના ખાતામાં પુત્રને 25 હજાર જમા કરાવવાનો કોર્ટનો આદેશ

કોર્ટની પ્રતીકાત્મક તસવીર

Gujarat court case: આ મહિલાનો એક દીકરો તેના પૈતૃક મકાનના પહેલા માળે રહે છે અને માતા નીચે રહે છે. જ્યારે બીજો દીકરો અન્ય જગ્યાએ રહે છે. આ માતાને બે દીકરા હોવાછતાં જીવન ગુજરાન માટે આમતેમ ભટકવું પડે છે

    રાજકોટ: આપણે આપણી આસપાસ અનેક એવા કિસ્સાઓ જોયા હશે જેમાં સંતાનો હોવા છતાં પણ માબાપ પોતાની પાછળની જિંદગીમાં રઝડતા હોય છે. ત્યારે રાજકોટની માતાને ગુજરાત હાઇકોર્ટે (Gujarat High court) ન્યાય અપાવ્યો છે. રાજકોટમાં (Rajkot) બે દીકરાઓની માતા પોતાના જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી હતી. ત્યારે હાઇકોર્ટે માતાના એક દીકરાને માતાના ખાતામાં 25 હજાર જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જો દીકરો આપેલા સમયમાં રકમ જમા ન કરાવે તો અરજદારને મળેલી રાહત રદ થઇ જશે.

    આ કેસની વિગતો પ્રમાણે, મહિલાના પતિનું ત્રણ વર્ષ પહેલા મોત થયું હતુ. જે બાદ આ મહિલાનો એક દીકરો તેના પૈતૃક મકાનના પહેલા માળે રહે છે અને માતા નીચે રહે છે. જ્યારે બીજો દીકરો અન્ય જગ્યાએ રહે છે. આ માતાને બે દીકરા હોવાછતાં જીવન ગુજરાન માટે આમતેમ ભટકવું પડે છે.

    કોર્ટે ઘર ખાલી કરવાનો આપ્યો આદેશ

    આ મહિલાએ મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ હેઠળ વળતર મેળવવા માટે રાજકોટ પ્રાંત ઓફિસમાં અરજી કરી હતી. પહેલામાળે રહેતો દીકરો માતાને રાખતો નથી અને તેને ઘરની બહાર ફેંકી દેવાની વાતો કરે છે. બીજા દીકરા સામે તેને કોઇપણ ફરિયાદ નથી. અધિકારીએ પુત્રને પૈતૃક મકાન ખાલી કરવા અને માતાને દર મહિને 5000 રૂપિયાનું ભરણપોષણ ચૂકવવા માટે આદેશ કર્યો છે. જેની સામે પુત્રએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

     પુત્રના વકીલની હાઇકોર્ટમાં રજૂઆત

    હાઇકોર્ટમાં પુત્રના વકીલે પોતાનો મુદ્દો મૂકતા જણાવ્યુ હતુ કે, પુત્ર તો માતાને રાખવા માટે તૈયાર છે પરંતુ માતાને જ તેની સાથે નથી રહેવું. અમે માતાને કોઇ હેરાનગતિ નથી કરતા. જેથી ઘર ખાલી કરવાનો જે હુકમ છે તે રદ કરો. તે એસી રિપેરિંગનું કામ કરે છે અને તેના ઘરમાં પત્ની એેક ધોરણ 9માં ભણતી દીકરી છે. જેથી તે માતાને રૂપિયા ચૂકવવા શક્ય નથી.

    આ પણ વાંચો: રાજ્ય કક્ષાનાં મંત્રી માતાજીનાં માંડવામાં ધૂણ્યા, વાયરલ વીડિયો

    અન્ય કેસમાં મિલકતમાં દીકરીનો પણ હિસ્સો

    રાજકોટમાં અન્ય એક ઘરનો મુદ્દો પણ કોર્ટમાં પહોંચ્યો છે. પૈતૃક મિલકતના ભાગ થાય ત્યારે દીકરીનો હિસ્સો ચૂકવવો પડે છે. આમ છતાં ધોરાજીની વહુવારૂ અને વીરપુરની દીકરીને એમના ભાઈઓએ પારિવારિક મિલકતોમાં હિસ્સો ન આપીને બારોબાર વ્યવહાર કરી નાખતા અદાલતે દીકરીનો દાવો મંજુર રાખીને એમને ભાગે આવતો હિસ્સો ચૂકવવા માટે ફરમાન કર્યુ છે. પિતાની પૈતૃક સંપતિની વિગત લાભુબેન વતી એમના પતિએ પુરાવાઓ આપી લાભુબેનનો હકક સમાયેલ છે એવુ અદાલતના ધ્યાન પર મૂક્યું હતુ. આ કેસ અહી ચાલતા જેતપુરની અદાલતે વાદીનો દાવો મંજુર રાખીને સામાવાળાઓએ કરેલા તમામ વ્યવહારો ગેરકાયદે ગણીને રદ કરતો હુકમ કર્યો હતો. તમામ મિલકતો મુળ ખાતેદારોના નામે કરી વાદી લાભુબેનનો હિસ્સો મંજુર કરેલ છે.

    જીલ્લા કલેકટરે ગુજરનાર મનજીભાઈની તમામ મિલકતોમાંથી લાભુબેનનો હિસ્સો અલગ કરાવી 90 દિવસમાં સોપાવી આપવા અને વાદ ગ્રસ્ત મિલકતો કોઈએ ટ્રાન્સફર , ગીરો કરવી કે બોજો ન કરવા અને સીમ જમીનનો દર વર્ષની ઉપજ- નીપજનો હિસાબ રાખી તેમાંથી પણ વાદી લાભુબેનને ચૂકવવા ફરમાન કર્યુ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ, રાજકોટ

    આગામી સમાચાર