Home /News /gujarat /ગુજરાતના આ ગામમાં કોઈ સરપંચનો ઉમેદવાર જ નથી, ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા આવી મોટી સમસ્યા

ગુજરાતના આ ગામમાં કોઈ સરપંચનો ઉમેદવાર જ નથી, ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા આવી મોટી સમસ્યા

જામનગર તાલુકાનું નાના થાવરીયા ગામ કે જે આ વર્ષે આદિવાસી સીટ માટે અનામત છે.

સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ સરપંચના સંગ્રામમાં મોટી સમસ્યા સામે આવી છે.

    કિંજલ કારસરીયા, જામનગર : સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચુંટણી આવી ચુકી છે ત્યારે સરપંચનો સંગ્રામ ખેલાવાનો છે. ત્યારે જામનગરન નાના થાવરીયા ગામે સ્થાનિક સમસ્યાઓ ઉપરાંત આખા ગામમાંથી કોઈ સરપંચ માટે ઉમેદવાર જ નથી. જે ચૂંટણી પહેલા જ એક સણસણતો પ્રશ્ન ઉભો થયો છે.

    સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ સરપંચના સંગ્રામમાં જામનગર તાલુકાનું નાના થાવરીયા ગામ કે જે આ વર્ષે આદિવાસી સીટ માટે અનામત છે. જ્યાં કોઈપણ આદિવાસી સમાજની વસ્તી નથી. જેથી સરપંચ માટે કોઇ ઉમેદવાર જ નથી.

    આ પણ વાંચો - જામનગરના ફેમસ ઉમિયાના ભજીયા, એક-બે નહીં છ વેરાઇટી, જુઓ આ ખાસ વીડિયો

    નાના થાવરીયા ગામમાં કુલ 8 વોર્ડમાં ચૂંટણી થવાની છે. જેમાં 2011ની વસ્તીગણતરી મુજબ 819 લોકોની વસ્તી છે. જેમાં 419 પુરુષ અને 400 મહિલાઓનો સમાવેશ થાય છે. ત્યારે આદિજાતિના 45 લોકો હતા. 24 પુરુષો ને 21સ્ત્રી હતી. પરંતુ હાલ કોઈ જ આદિજાતીના લોકો વસવાટ કરી રહ્યા નથી.



    જામનગર તાલુકાના નાના થાવરીયા ગામના મતદારોની વાત કરવામાં આવે તો અંદાજીત 635 જેટલા મતદારો છે. હાલ નાના થાવરીયામાં પટેલ સમાજ, રાજપૂત સમાજ અને દલિત સમાજના લોકો વસવાટ કરે છે. ત્યારે હાલ કોઈ આદિજાતિની વસ્તી જ ગામમાં વસવાટ નથી કરતી ત્યારે નાના થાવરીયા ગામમાં ગટર, વાડી-ખેતરોના રસ્તા, પાણી સહિતની સ્થાનિક સમસ્યાઓ સાથે સરપંચના ઉમેદવારનો પેચીદો પ્રશ્ન પણ ઉભો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Gram Panchayat Election, ગુજરાત, જામનગર