કચ્છ : ગઈકાલે ગુજરાતના ગાંધીધામમાં (Gandhidham) સેન્ટ્રલ એજન્સી ડીઆરઆઈ (DRI) અને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા 39,000 કિલો જિપ્સમ પાઉનડરની (Gypsum Powder) આડમાં આયાત કરેલું 300 કિલો જેટલું હેરોઈન (Heroin) પકડી પાડવામાં આવ્યું છે. 17 કન્ટેનરોમાં આવેલું આ હેરોઈન છ મહિના પહેલાં આવી ગયું હતું અને કચ્છમાં (Kutch) પડ્યું હતું. ગાંધીધામ (Gandhidham Bhachau Highway) ભચાઉ હાઇવે પર આવેલા એક ખાનગી કન્ટેનર ફ્રેઈટ સ્ટેશનમાં ડીઆરઆઈ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ કન્ટેનરો સૂત્રોના મતે ઉત્તરાખંડની પેઢી દ્વારા મંગાવવામાં આવ્યા હતા. કન્ટેરનો ઈરાનના અબ્બાસ બંદરેથી આવ્યા હતા. જોકે, ઓપરેશન અંગે સત્તાવાર વિગતો હજુ સુધી મળી નથી.
બિલ ઓફ એન્ટ્રી ઉત્તરાખંડની પેઢીની
આ અંગે મીડિયા અહેવાલો મુજબ જે કન્ટેનરમાંથી હેરોઈનનો જથ્થો પકડાયો છે તે આયાતકાર પેઢીની બિલ ઓફ એન્ટ્રી ઉત્તરાખંડના સિતારાગંજમાં આવેલી છે. આ પેઢી પણ શંકાના દાયરામાં છે.
અફઘાનિસ્તાનનું હેરોઈન વાયા ઈરાન મોકલાયું
આ અંગેની પ્રાથમિક વિગતો મુજબ આ હેરોઈનનો જથ્થો અફધાનિસ્તાનથી ઈરાન મોકલવામાં આવ્યો હતો અને ઈરાનના અબ્બાસ બંદરથી કંડલા પોર્ટ પર મોકલવામાં આવ્યું હતું.
જુલાઈ 2017 : કચ્છમાંથી જુલાઈ 2017માં કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા એક માલવાહક જહાજમાંથી 1500 કિલો હેરોઈન જપ્ત કરાયું હતું
ઓગસ્ટ 2018 : ઓગસ્ટ 2018માં જામ સલાયાના બે શખ્સો પાંચ કિલો હેરોઈનના પેકેટ મળ્યા હતા બાદમાં પાકિસ્તાનથી 100 કિલો હેરોઈન આવ્યું હોવાનો ખુલાસો થયો હતો.
માર્ચ 2019 : ભારતીય સીમાંમાં બોટથી ઘૂસી રહેલા નવ ઈરાની નાગરિકો પાસે 100 કિલો હેરોઈન હતું. આ હેરોઈન તેમણે દરિયામાં ફેંકી અને બોટને આગ લગાડી હતી. જાન્યુઆરી 2022 : પાંચ પાકિસ્તાની માછીમારી બોટમાઁથી 35 કિલો હેરોઈન સાથે પકડાઈ હતી.
પાંચ વર્ષમાં આશરે 35,000 કરોડથી વધારેનું હેરોઈન પકડાયું
કચ્છમાંથી પકડાયેલા હેરોઈનનો હિસાબ કરીએ તો બજાર કિંમત પ્રમાણે કુલ 5000 કિલોથી વધુ હેરોઈન પાંચ વર્ષમાં પકડાયું છે. આ હેરોઈનનો બજાર કિંમત મુજબ 2998 કિલો હેરોઈનની 21,000 કરોડની કિંમત સાથે હિસાબ કરીએ તો કુલ 35,000 કરોડથી વધુનું કિંમત હેરોઈન કચ્છમાંથી પકડાયું છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં એવરેજ 7,000 કરોડનું હેરોઈન દર વર્ષે કચ્છમાંથી પકડાયું છે. જોકે, સૌથી મોટો જથ્થો 2021 અને 2017માં પકડાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર