Home /News /gujarat /

ગુજરાતમાં 15 ઓક્ટોબરથી ખૂલશે સિનેમા ઘર? આ રહ્યો મલ્ટિપ્લેક્સ એસોસિએશનના ઉપપ્રમુખનો જવાબ

ગુજરાતમાં 15 ઓક્ટોબરથી ખૂલશે સિનેમા ઘર? આ રહ્યો મલ્ટિપ્લેક્સ એસોસિએશનના ઉપપ્રમુખનો જવાબ

ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના ઉપપ્રમુખ અજય બગડાઇ

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક પાર્ટ 5 માટેની માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કોરોના મહામારીના કારણે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા થિયેટર મલ્ટિપ્લેક્સને ખોલવાની છૂટ આપવામાં આવી છે

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક પાર્ટ 5 માટેની માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કોરોના મહામારીના કારણે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા થિયેટર મલ્ટિપ્લેક્સને ખોલવાની છૂટ આપવામાં આવી છે. આગામી 15મી ઓક્ટોબરથી દેશભરમાં થીએટર તેમજ મલ્ટિપ્લેક્સ ખોલવાની છૂટ કેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. જોકે, હજુ પણ કેટલાક રાજ્યોમાં મલ્ટિપ્લેક્સને ખોલવાની છૂટ જે તે રાજ્યની સરકાર દ્વારા આપવામાં નથી આવી.

ત્યારે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશનના ઉપપ્રમુખ અજય બગડાઇએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં 15મી ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ શરૂ થશે કે કેમ તે અંગે અસમંજસ છે. કારણકે, પચાસ ટકા મલ્ટિપ્લેક્સ અને થિયેટરના સંચાલકો મલ્ટિપ્લેક્સ, થીએટર ખોલવાના સમર્થનમાં છે જ્યારે 50 ટકા બંધ રાખવાના સમર્થનમાં છે. તો બીજી તરફ હાલમાં આગામી એક મહિનામાં કોઈપણ નવી ફિલ્મ રિલીઝ થવા નથી. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10થી 15 કરોડ રૂપિયાનું મલ્ટિપ્લેક્સનું ટર્નઓવર ખોરવાયું છે. દેશના અનેક રાજ્યોમાં જ્યારે મલ્ટિપ્લેક્સ ખોલવાની છૂટ નથી મળી ત્યારે તમામ રાજ્યોમાં મલ્ટિપ્લેક્સ ખોલવાની છૂટ મળ્યા બાદ જ કોઈ પિક્ચર દેશભરમાં રિલીઝ થઈ શકે છે. તો હાલમાં જો મલ્ટિપ્લેક્સ ખોલવામાં આવે તો જૂના મૂવી બતાવવા પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે.

આ પણ વાંચો - ગુજરાતના CMથી દેશના PM સુધી, બ્રેક વગર 20 વર્ષથી નેતૃત્વ સંભાળી રહ્યા છે નરેન્દ્ર મોદી

ત્યારે પ્રેક્ષકો જુના મૂવી જોવા આવશે કે કેમ, તે પણ એક પ્રશ્ન સામે છે. કોરોના મહામારીના કારણે અમારી ઇન્ડસ્ટ્રીને જે નુકસાન થયું છે તે નુકસાનના વળતર માટે અમે સરકાર પાસે કેટલીક માંગણી મૂકી છે. જે આજે પણ પેન્ડિંગ પડી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારના એક અઠવાડિયા પહેલા મલ્ટિપ્લેક્સ ખોલવાની હાલ વિચારણા ચાલી રહી છે. જેથી કરીને દિવાળીના તહેવારમાં પ્રેક્ષકો પણ મળી રહે અને કોરોના સંક્રમણ પણ ઘટી ગયું હોય. કારણ કે સરકારની ગાઈડલાઈન મુજબ મલ્ટિપ્લેક્સ ચોક્કસ શરૂ કરી શકાશે પરંતુ 50 ટકાની કેપેસિટીની મર્યાદા ધ્યાનમાં રાખવી પડશે. આમ હાલના સમયમાં મલ્ટિપ્લેક્સ શરૂ કરવામાં આવે તો અમને નફા કરતાં નુકસાન વધુ થાય તેવી ભિતી પણ થિયેટર માલિકોને છે.

આ પણ જુઓ - 

તો બીજી તરફ સાથોસાથ સરકારની જે ગાઇડલાઇ છે તેનું પણ પાલન કરવામાં આવશે સાથે જ મલ્ટિપ્લેક્સના એન્ટ્રન્સ પર જ પીપીઇ તેમજ માસ્કનું પણ વેચાણ કરવામાં આવશે.

આ પણ વાંચો - કેન્દ્ર સરકારે 15 ઓક્ટો.થી શાળા શરૂ કરવાની આપી મંજૂરી, પણ ગુજરાતમાં દિવાળી બાદ ખોલી શકે છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, Lockdown, Theaters, ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन