Home /News /gujarat /

'હાર્દિક પટેલ અમારો ગોડ ફાધર નથી,' કેમ લલિત વસોયાએ આવું કહેવું પડ્યું?

'હાર્દિક પટેલ અમારો ગોડ ફાધર નથી,' કેમ લલિત વસોયાએ આવું કહેવું પડ્યું?

લલિત વસોયા

Gujarat Election 2022: લલિત વસોયાએ વધુમાં જણાવ્યુ કે, 'જો મારે કોંગ્રેસ છોડવી હશે તો હું મહિના પહેલા જ બધાને ફોન કરીને કહી દઇશ કે, હું કોંગ્રેસ છોડવાનો છું અને એ પાછળના આ કારણો છે.

  રાજકોટ: આગામી થોડા સમયમાં ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election 2022) આવી રહી છે. જેના કારણે અનેક નેતાઓ અને કાર્યકરો એક પક્ષને છોડીને બીજામાં જોડાઇ રહ્યા છે. ત્યારે વધુ એક વાત એક મોબાઇલ સ્ક્રીન શોટ સાથે ફરતી થઇ છે કે, ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થઇ રહ્યા છે. નોંધનીય છે કે, આ પહેલા પણ લલિત વસોયા સંગઠનમાં નિમણૂંક સમયે પણ નારાજ હતા. લલિત વસોયાને હાર્દિક પટેલ (Hardik Patel) ગ્રૂપના માનવામાં આવે છે. જેથી હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તો ચર્ચા ચાલી રહી છે કે, લલિત વસોયા પણ આવું જ કરી શકે છે. જોકે, આવા સવાલ પર લલિત વસોયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં આ તમામ વાતો નકારતા જણાવ્યું કે, 'આવું કાંઇ નથી, હું કોઇપણ કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ નથી થઇ રહ્યો.'

  બદનામ કરવા માટે આવા સ્ક્રીન શોટ ફરતા કરાયા

  લલિત વસોયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, 'મને કોઇ જાણી જોઇને બદનામ કરવા માટે આવા સ્ક્રીન શોટ ફરતા કરી રહ્યાં છે. જો આમાંથી એકપણ વાતની ખરાઇ કરી બતાવે તો હું સોગંધ ખાઇને કહું છું કે, હું ધારાસભ્યના પદેથી રાજીનામું આપી દઉ. આ મને બદનામ કરવા માટેની અફવા જ છે.'

  ગુજરાત કોંગ્રેસે આપ્યો ખુલાસો


  'હાર્દિક અમારો ગોડ ફાધર નથી'

  હાર્દિકની નજીકના હોવાથી આવી અફવા ઉડે છે તેના જવાબમાં લલિત વસોયાએ જણાવ્યું કે, 'કોંગ્રેસનો કોઇપણ પાટીદાર માણસ હાર્દિક પટેલની સાથે જવાનું વિચારી પણ ન શકે. તે ભાજપમાં જોડાયો તે બાદ તેની પહેલી ટિકા અમે કરી હતી. જો ઉદાહરણ તરીકે જ માત્ર કહું છું કે, હું મહિના પછી પણ ભાજપમાં જોડાવ તો પણ હાર્દિક અમારો ગોડ ફાધર નથી.'


  લલિત વસોયાએ વધુમાં જણાવ્યુ કે, 'જો મારે કોંગ્રેસ છોડવી હશે તો હું મહિના પહેલા જ બધાને ફોન કરીને કહી દઇશ કે, હું કોંગ્રેસ છોડવાનો છું અને એ પાછળના આ કારણો છે. હાલ મારે કોંગ્રેસ છોડવાનું કોઇ કારણ જ નથી. મારી વ્યક્તિગત કે રાજકીય રીતે કોંગ્રેસ અથવા તો ભાજપના કોઇપણ વ્યક્તિ સાથે કોઇ દુશ્માનાવટ નથી. મારે કોંગ્રેસમાંથી જવું હશે તો હું કોંગ્રેસ ભવનમાં જઇને પહેલા જ કહી દઇશ.'
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022, રાજકોટ

  આગામી સમાચાર