Home /News /gujarat /

કુંવરજી બાવળિયાને નવા કેબિનેટમાં સ્થાન ન મળતા, કોળી સમાજનો ભભૂક્યો રોષ, વીંછીયા બંધ

કુંવરજી બાવળિયાને નવા કેબિનેટમાં સ્થાન ન મળતા, કોળી સમાજનો ભભૂક્યો રોષ, વીંછીયા બંધ

વીંછીયા ગામ બંધ

Gujarat cabinet updates: રૂપાણી સરકારના પાણી પુરવઠાનાં મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavadia) નવા કેબિનેટમાં સ્થાન ન અપાતા કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે.

    જસદણ: આજ જ્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) મંત્રીમંડળની શપથવિધિ (Gujarat Cabinet oath ceremony) થવા જઇ રહી છે. ત્યારે અનેક નેતાઓને ફોન આવતા તેમના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. જ્યારે એવા પણ અનેક નેતાઓ છે જેમને ફોન નથી આવ્યા, તેમને પડતા મૂકાયા છે જેના કારણે તેમના કાર્યકરો અને તેમના વિસ્તારની પ્રજામાં દુખની લાગણી છવાઇ છે. રૂપાણી સરકારના પાણી પુરવઠાનાં મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavadia) નવા કેબિનેટમાં સ્થાન ન અપાતા કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે. આ સાથે વીંછીંયા બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

    વીંછીંયા બંધ રહ્યુ

    આજે કોળી સમાજ દ્વારા વીંછીંયા બંધનું એલાન આપીને કુંવરજી બાવળિયાને સમર્થન કરવામાં આવી રહ્યુ છે. કોળીસમાજમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. વીંછીંયા બંધનું એલાન આપતા જણાવાયુ હતું કે, કુંવરજી બાવળિયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં નહીં આવે તો કુંવરજીના સમર્થનમાં વીંછીંયા ગામના તમામ નાના મોટા ધંધાર્થી તેમજ તમામ સમાજ ધંધા રોજગાર બંધ રાખશે.

    આ પણ વાંચો - Bhupendra Patel Cabinet re-shuffle: રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી સહિત ધારાસભ્યોને શપથ માટે આવ્યા કૉલ



    'પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે માન્ય છે'

    આ સામે રાજકોટ પૂર્વ મંત્રી કુવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યુ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને રાષ્ટ્રીય નેતાગીરીએ જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. ફરીથી અમારા વિસ્તારમાં અમે કામે લાગી જઇશું. નો રિપીટ થિયરીને અમે આવકારી રહ્યા છીએ. નો રિપીટની થિયરી તમામ લોકોએ સ્વીકારવી જોઈએ.કાંઇ ખોટા દેખાવો કે કાંજ ન કરીએ તેવી વિનંતી છે.

    વીંછીયા ગામ બંધ


    આ પણ વાંચો- ગુજરાતના મંત્રીમંડળમાં No repeat theory: કોઇને સરપ્રાઇઝ તો કોઇને મળશે નારાજગી

    કોળી સમાજે પીએમ મોદીને પણ લખ્યો હતો પત્ર

    આ અંગે અખિલ ભારતીય કોળી સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું છે કે, કુંવરજી બાવળિયાને કેબિનેટમાંથી પડતા મુકાશે તો સમાજનું અપમાન ગણાશે અને તેની ગંભીર અસરો આગામી વિધાનસભાની બેઠકો ઉપર પડશે. આ સાથે જ જસદણમાં કોળી સમાજની બેઠક મળી છે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા છે.

    પત્રમાં વધુમાં લખ્યુ છે કે, જસદણ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા કે જેઓ ભારત દેશના 18 રાજ્યોમાં સારી એવી વસ્તી ધરાવતા કોળી સમાજના સંગઠન અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, ગુજરાત રાજ્યમાં અંદાજે 28 ટકાથી વધુ કોળી સમાજની વસ્તી છે.



    કુંવરજીભાઈ કે જેનો વર્ષ જેઓ વર્ષ 2018માં નરેન્દ્રભાઈ મોદીના કહેવાથી કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા ત્યારે તેઓને માનભેર કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને તેઓની સાથે જિલ્લા-તાલુકાનાં આગેવાનો, લોકો ભારતીય જનતા પક્ષમાં જોડાયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CM Bhupendra Patel, Gujarat Politics, Kunvarji Bavalia, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन