Home /News /gujarat /ભાવનગરનાં ખેડૂતો 'ખર્ચ વગરની ખેતી' કરીને મેળવી રહ્યાં છે મબલખ નફો, જાણો શું છે મલબારી લીમડો

ભાવનગરનાં ખેડૂતો 'ખર્ચ વગરની ખેતી' કરીને મેળવી રહ્યાં છે મબલખ નફો, જાણો શું છે મલબારી લીમડો

ભાવનગર જિલ્લાનાં ખેડુતો જે ખેતી તરફ વળ્યાં છે તે મલબાર લીમડા અંગે થોડું જાણીએ.

ભાવનગર જિલ્લાનાં ખેડુતો જે ખેતી તરફ વળ્યાં છે તે મલબાર લીમડા અંગે થોડું જાણીએ.

    નીતિન ગોહેલ, ભાવનગર: ભાવનગર (Bhavnagar) જિલ્લાનાં સિહોર (Sihor) તાલુકાનાં ટાણા પંથકમાં ખેડૂતો (farmer) હવે મલબારી લીમડાની (malabar Neem) ખેતી (Farming) તરફ વળ્યા છે. આ ખેતીનો સૈથી મોટો ફાયદો છે કે, તે ખર્ચ વગરની ખેતી છે. આ પંથકનાં બે ખેડૂતો પ્રવીણભાઈ ગોધાણીએ 3.5 વીઘા જમીનમાં અને અશોકભાઈ ગોધાણીએ પોતાની 7 વીઘા જમીનમાં મલબારી લીમડાનું વાવેતર કર્યું છે. ખેતીમાં વાવણીથી લઈ ઉપજ માટે મોટો ખર્ચ કરવા છતાં પુરતું વળતર નહીં મળતા ખેડુતોને આરથિક ફટકો પડતો હોય છે. ત્યારે ભાવનગરનાં ખેડૂતો વગર ખર્ચની ખેતી તરફ વળ્યા છે. ભાવનગર જિલ્લામાં અંદાજે 100થી વધુ ખેડુતોએ મલબાર લીમડાનું વાવેતર કર્યું છે.

    ખેતીમાં વિવિધ ખર્ચ મારી નાંખે છે

    ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ખર્ચ વગરની ખેતી માટે નવો વિકલ્પ પસંદ કર્યો છે. ખેડૂતોને ખેતીમાં વાવેતરથી લઈને લણવા સુધીમાં અનેક પ્રકારનાં ખર્ચ કરવા પડતાં હોય છે અને ત્યારે સારો પાક તૈયાર થાય છે. જેમાં બિયારણનો ખર્ચ, વાવણીનો ખર્ચ, ખાતર, પિયત અને માવજત અને ત્યાર બાદ તૈયાર થયેલા પાકને લણવા અને માર્કેટમાં લઇ જવા પાછળ ખર્ચ કરવો પડતો હોય છે. તેમ છતાં ખેડૂતોએ કરેલા ખર્ચનાં પ્રમાણમાં યોગ્ય ભાવો મળતા નથી.

    સરસપુરમાં આજે અગિયારસે ભગવાનનું મામેરું, બે પેઢીથી વાટ જોતા ઠાકોર પરિવારને મળી છે આ તક

    ત્યારે જગતનાં તાતને રોવાનો વારો આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાનાં ખેડુતો જે ખેતી તરફ વળ્યાં છે તે મલબાર લીમડા અંગે થોડું જાણીએ.



    નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં 10 મીટર ઘટી, તમામ પાવર હાઉસ યુનિટ થયા બંધ

    'આ ઝાડ ઝડપથી ઉગે છે'

    ટાણા ગામના ખેડૂત, અશોકભાઈ ગોધાણીનાં જણાંવ્યા પ્રમાણે, મલબાર લીમડાનું ઝાડ સામાન્ય લીમડાનાં ઝાડથી થોડું અલગ હોય છે. તે તમામ પ્રકારની જમીનમાં સરળતાથી વાવેતર કરી શકાય છે.



    તેને વધારે પાણીની પણ જરૂર હોતી નથી, ઓછા પાણીમાં સારી રીતે ઉછરી શકાય છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં તેના બીજ વાવવાનું શ્રેષ્ટ માનવામાં આવે છે. આ વૃક્ષ ખૂબ ઝડપથી વિકસે છે. તેમજ ભારતીય બજારોમાં મલબાર લીમડાનાં લાકડાની ખૂબ જ માંગ છે. તેના લાકડાને પ્લાયવુડ ઉદ્યોગ માટે સૌથી સારું માનવામાં આવે છે.

    વાર્ષિક ખર્ચમાં 90 ટકા સુધીનો ઘટાડો થાય છે

    મલબારી લીમડાની ખેડૂતો વાવેતર કરી 7થી 8 વર્ષ પછી લીમડાનાં ઝાડનું લાકડું વેચી શકાય છે. તેમજ મલબાર લીમડાની ખેતી કરીને ખેડૂતો સરળતાથી લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. મલબારી લીમડાની ખેતી વાર્ષિક ખર્ચમાં 90 ટકા સુધીનો ઘટાડો કરી આપતી ખેતી છે.
    " isDesktop="true" id="1111352" >



    આઠથી દસ વર્ષ બાદ અંદાજે પ્રતિ એકરે 12થી 15 લાખ સુધીની આવક એટલે પ્રતિ એકરે 1.5થી 2 લાખ સુઘીની આવક મેળવી શકાય છે. તેમજ 8 વર્ષ પછી કાપણી કરતા 6000 રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાણ થઇ શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ખેડૂત, ખેતી, ગુજરાત, ભાવનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन