Home /News /gujarat /

કચ્છના સાંસદ વિનોદ ચાવડા ભાજપના તાકતવર નેતા: આગામી ચૂંટણીમાં શું રોલ ભજવશે?

કચ્છના સાંસદ વિનોદ ચાવડા ભાજપના તાકતવર નેતા: આગામી ચૂંટણીમાં શું રોલ ભજવશે?

BJP leader Vinod Chavda: વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરનાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. 2014માં એસસી અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટીકીટ મળ્યા બાદ આશરે અઢી લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા.

BJP leader Vinod Chavda: વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરનાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. 2014માં એસસી અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટીકીટ મળ્યા બાદ આશરે અઢી લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કચ્છ (SC) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિનોદભાઈ ચાવડા (MP Vinod Chavda)ને ધરખમ નેતા માનવામાં આવે છે. તેઓ છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. ઉપરાંત ચૂંટણીલક્ષી કામગીરી માટે ભાજપ દ્વારા અન્ય રાજ્યોમાં પણ તેઓને કામગીરી સોંપાઈ ચુકી છે. એકંદરે તેઓ રાજકારણને સંપૂર્ણ રીતે ઘોળીને પી ગયા છે તેવું કહી શકાય.

  વિનોદ ચાવડાનો ટૂંકો પરિચય (introduction to Vinod Chavda)

  વર્ષ 2010માં જિલ્લા પંચાયતથી પોતાના રાજકીય જીવનનો પ્રારંભ કરનાર વિનોદ ચાવડા વ્યવસાયે એડવોકેટ છે. 2014માં એસસી અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર તેમને ભાજપ તરફથી ટીકીટ મળ્યા બાદ આશરે અઢી લાખથી વધુ મતોની લીડથી તેઓ વિજેતા બન્યા હતા. ત્યારબાદ 17મી લોકસભા માટે 2019માં 6.37 લાખથી વધુ મત મેળવી જીત મેળવી હતી.

  સામાન્ય રીતે રાજકારણીઓ ઓછું ભણેલા હોવાની માન્યતા હોય છે. પરંતુ કચ્છના વર્તમાન સાંસદ એમએ, બીએડ્ અને સ્પેશિયલ એલએલબીની ડિગ્રી ધરાવે છે. તેમજ તેનાથી પણ વધારે નોંધપાત્ર બાબત એ છે કે, તેમના પર એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી કે કોર્ટ કેસ ચાલતો નથી.

  વિનોદ ચાવડાનો અંગત જીવન (Personal life of Vinod Chavda)

  સાંસદ વિનોદ ચાવડાનો જન્મ 6 માર્ચ 1979ના રોજ લક્ષ્મીપર, નખત્રાણા, કચ્છ ખાતે થયો હતો. તેમના પિતાજીનું નામ લાખમાશી છે. જ્યારે માતાનું નામ રસીલાબેન છે. તેમજ તેમના પત્નીનું નામ સાવિત્રી બેન છે. તેમને સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે એલએલબી, બીએડ સુધી અભ્યાસ કર્યો છે. લાલન કોલેજ, ભુજ, જે.બી. ઠક્કર કોલેજ, ભુજ અને એસ.ડી. સેઠિયા કોલેજ, કચ્છ ખાતેથી તેમણે શિક્ષણ મેળવ્યું છે.

  તેઓ વર્તમાન સમયે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ખાસ કરીને સમુહલગ્નોના આયોજનમાં તેઓ સક્રિય હોય છે. ભચાઉ ખાતે દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણોના નિ:શુલ્ક વિતરણ કેમ્પ, કચ્છ - મોરબીના રેલ્વેના પ્રશ્નો અંગે રજુઆત, થેલીસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પ, પંથકમાં વિવિધ વિકાસકામો, કમોસમી વરસાદમાં ખેડૂતો પડખે ઉભા રહેવા સહિતની કામગીરીઓ તેમણે કરી છે.

  Gujarat Election 2022: ભાજપની પરીવર્તનની લહેરમાં સાઇડલાઇન થયા દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયા, હવે કોળી સમાજે પણ ચઢાવી બાંયો


  એપમી વિનોદ ચાવડાની મિલકત

  લોકસભાની ચૂંટણી માટે કચ્છ-મોરબી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે સાંસદ વિનોદ ચાવડાએ 2019ની ચૂંટણી સમયે સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં તેમણે વ્યવસાયમાં એડવોકેટ ઉપરાંત ખેતી અને વેપાર પણ દર્શાવ્યું હતું. તેના આંકડા મુજબ, તેમના હાથ પર રૂ. 3.80 લાખની અને તેમના પત્ની પાસે રૂ. 90,000ની રોકડ હતી. પોતે, તેમના પત્ની અને બે સંતાનો પુત્ર તથા પુત્રીના નામે બધુ મળીને કુલ રૂ. 3.35 કરોડની મિલકત હોવાનું જાહેર કર્યું હતું. જેમાં બેંકમાં એકંદરે 6.43 લાખની થાપણ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રૂ. 14 લાખથી વધુની ઈનોવા કાર હોવાનું જાહેર કર્યું હતું. તેમની અને તેમના પત્નીના નામે રૂ. 14.64 લાખના ઘરેણાં, 29 લાખની જમીન સહિતનું જાહેર કર્યું હતું.

  વિનોદ ચાવડાની રાજકીય કારકિર્દી અને હોદ્દા (Political career and positions of Vinod Chavda)

  તેઓ 2010માં કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. 2014માં તેઓ એસ.કે. વર્મા યુનિવર્સિટી (કચ્છ)ના સેનેટ સભ્ય પણ હતા. 2014માં 16મી લોકસભા માટે ચૂંટાયા બાદ તેઓ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિનાં સભ્ય બન્યા હતા. 12 નવેમ્બર 2014થી 25 મે 2019 વચ્ચે તેઓ પુસ્તકાલય સમિતિ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહ્યા હતા.

  2019માં ફરી ચૂંટાયા બાદ બીજી ટર્મ શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સ્થાયી સમિતિના સભ્ય, સંયુક્ત સમિતિ ઓન ઓફિસ ઓફ પ્રોફિટ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સભ્ય રહ્યા હતા.

  તેમણે 2014ની લોકસભા ચૂંટણી કચ્છ બેઠક પરથી ભાજપ અને એનડીએના ઉમેદવાર તરીકે લડી હતી. જેમાં તેમને 308,373 મત મળ્યા હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ડો.દિનેશ પરમાર સામે 562,855 મત મેળવીને જીત મેળવી હતી. ત્યારબાદ તેઓ 2019ની ચૂંટણીમાં કચ્છ બેઠક માટે ભાજપ અને એનડીએના ઉમેદવાર હતા. તેઓ ફરીથી કોંગ્રેસમાંથી નરેશ મહેશ્વરી સામે જીત્યા હતા.

  2019ની ચૂંટણીમાં વિનોદ ચાવડાની કેટલા મતે થઈ હતી જીત? (How many votes did Vinod Chavda win in the 2019 election?)  પક્ષઉમેદવારમતની સંખ્યાટકાવારી
  ભાજપવિનોદ ચાવડા6,37,03462.26
  આઈએનસીનરેશ મહેશ્વરી3,31,52132.40
  નોટાનોન ઓફ ધી અબોવ18,7611.83
  બીએમપીમહેશ્વરી દેવજીભાઈ10,0980.99
  બીએસપીલખુભાઈ વાઘેલા7,4480.73

  ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકરથી રાજકીય કારકિર્દી શરૂ કરી બે વખત સાંસદ બનેલા વિનોદ ચાવડાને ભાજપે પક્ષમાં મહત્વનું સ્થાન આપ્યું હતું. તેમને ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો. જેના કારણે કચ્છ ભાજપમાં આનંદ વ્યાપી ગયો હતો.

  ભાજપના પ્રદેશ માળખામાં પ્રથમ વખત કચ્છને મહત્વનું સ્થાન મળ્યું હોવાનું ચર્ચાયું હતું. તેમના બે ટર્મ સાંસદ તરીકેના કાર્યકાળમાં વિધાનસભા, નગર પાલિકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં સફળતા તેમજ સંગઠન મજબૂત બનતા તેની ઉપરના સ્તરે નોંધ લેવાઈ હતી.

  Gujarat election 2022: ભૂપેન્દ્ર પટેલે હજારો કિમી પ્રવાસ કરીને બનાવી મજબૂત નેતાની છબી


  ચાવડાની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂંક

  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સહ પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે વિનોદ ચાવડાએ કહ્યું હતું કે,પંજાબમાં પ્રચાર કરી ભાજપની જ્વલંત જીત માટે પ્રયાસો કરવામાં આવશે. સતત બે ટર્મથી ચૂંટાઈને કચ્છના સાંસદ પદે રહેલા વિનોદભાઈ ચાવડાની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સહ પ્રભારી તરીકેની જાહેરાત થતાં જ તેમના ચાહક વર્ગે સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો હતો.

  તેમણે એક સમયે કચ્છ પંથકમાં વ્યાપક પ્રદુષણ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. ખેડૂતો અને એનજીઓ ખેતીની જમીનને નષ્ટ કરતા ઔદ્યોગિક પ્રદૂષણ સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા હતા, ત્યારે સંસદ સભ્ય વિનોદ ચાવડાએ તેમના સમર્થનમાં આગળ આવીને ભારત સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Vinod Chavda

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन