Home /News /gujarat /

Gujarat Assembly Election: શું ભાજપ રાપર બેઠક ફરી કબજે કરી શકશે? જાણો શું છે રાજકીય સમીકરણ

Gujarat Assembly Election: શું ભાજપ રાપર બેઠક ફરી કબજે કરી શકશે? જાણો શું છે રાજકીય સમીકરણ

રાપરને કચ્છ જિલ્લાની મહત્વની વિધાનસભા બેઠક માનવામાં આવે છે. આ બેઠક પર કોળી સમાજ નિર્ણાયક સાબિત થઈ શકે છે. મળતા આંકડા મુજબ આ વિધાનસભા બેઠક પર કોળી તેમજ લેવા પટેલ , દલિત , રજપૂત, રબારી, જૈન વણિક, આહિર, કડવા પટેલ, કાયસ્થ, બ્રાહ્નણ, લોહાણા, ક્ષત્રિય, મુસ્લિમ, ગઢવી, ભાનુશાલી સમાજની વસ્તી પણ વધુ છે.

રાપરને કચ્છ જિલ્લાની મહત્વની વિધાનસભા બેઠક માનવામાં આવે છે. આ બેઠક પર કોળી સમાજ નિર્ણાયક સાબિત થઈ શકે છે. મળતા આંકડા મુજબ આ વિધાનસભા બેઠક પર કોળી તેમજ લેવા પટેલ , દલિત , રજપૂત, રબારી, જૈન વણિક, આહિર, કડવા પટેલ, કાયસ્થ, બ્રાહ્નણ, લોહાણા, ક્ષત્રિય, મુસ્લિમ, ગઢવી, ભાનુશાલી સમાજની વસ્તી પણ વધુ છે.

વધુ જુઓ ...
  થોડા મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) થવાની છે. જેમાં 182 બેઠકો પર મતદાન થશે. આ ચૂંટણી માટે અત્યારથી જ તમામ પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. વધુને વધુ બેઠકો જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય નેતાઓ મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા રીઝવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગ્રાઉન્ડ લેવલે પ્રયાસ થાય છે. રાજકીય મોહરાની ગોઠવણ થવા લાગી છે. ટિકિટ લેવા અને કપાવવા માટે કવાયત શરૂ થઈ ચૂકી છે. કચ્છ જિલ્લામાં પણ રાજકીય પવન તેજ બન્યો છે. આજે અહીં અમે કચ્છની રાપર વિધાનસભા બેઠકની સ્થિતિ અંગે જાણકારી આપી છે.

  કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 સીટો બેઠક છે. જેમાં ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપરનો સમાવેશ થાય છે. કચ્છને ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે. જેથી જિલ્લાની 6 બેઠકોમાંથી હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે.

  રાપર બેઠક પર જાતિગત સમીકરણો

  રાપરને કચ્છ જિલ્લાની મહત્વની વિધાનસભા બેઠક માનવામાં આવે છે. આ બેઠક પર કોળી સમાજ નિર્ણાયક સાબિત થઈ શકે છે. મળતા આંકડા મુજબ આ વિધાનસભા બેઠક પર કોળી તેમજ લેવા પટેલ , દલિત , રજપૂત, રબારી, જૈન વણિક, આહિર, કડવા પટેલ, કાયસ્થ, બ્રાહ્નણ, લોહાણા, ક્ષત્રિય, મુસ્લિમ, ગઢવી, ભાનુશાલી સમાજની વસ્તી પણ વધુ છે.

  રાપર વિધાનસભા બેઠક પરના જાતિગત સમીકરણ પર નજર કરી એ તો જણાશે કે ઓબીસી 51 ટકા, સવર્ણ 22 ટકા, લધુમતી 14 ટકા, એસ.સી. 12.4 ટકા અને એસ.ટી 2.2 ટકા છે. રાપર વિધાનસભા ક્ષેત્રમાં અંદાજીત સવાથી દોઢ લાખની વસ્તીમાંથી સૌથી વધારે અને કમીટેડ મત પાટીદારોના છે, બાદમાં કોળી-ઠાકોર-ક્ષત્રીય મતોની સંખ્યા છે.

  ભાજપને હવે જો કચ્છની છએ છ બેઠકો પર ભગવો લહેરાવો હોય તો વાગડમાં પાટીદાર વર્ચસ્વની અનદેખી ન થાય તેના પર ધ્યાન આપવું પડશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. પશ્ચીમ કચ્છમાં લોકપ્રિય સિનીયર આગેવાનને મેદાનમાં ઉતરાય તો જ કેસરીયા બ્રીગેડ માટે બધુ સમુસુથરૂ રહે તેવું પણ માનવામાં આવે છે.

  આ પણ વાંચો: Gujarat Election: ભાજપની મજબૂત પકડ ધરાવતી લિંબાયત વિધાનસભા બેઠકની સ્થિતિ કેવી છે? અહી જાણો

  બેઠક હેઠળના મત વિસ્તાર 

  રાપર વિધાનસભા બેઠક 2,49,947 મતદારો ધરાવતી અને વિસ્તારની દ્રષ્ટીએ મોટી બેઠક છે. રાપર નજીક જ હડપ્પન સંસ્કૃતિના જુના શહેર ધોળાવીરા સ્થિત છે.

  રાપર વિધાનસભા બેઠક કચ્છ લોકસભામાં સમાવિષ્ટ બેઠક છે. રાપર વિધાનસભા બેઠક પર 1,05,932, પુરુષ મતદાર અને 94385 મહિલા મતદારો છે, એટલે કે 50 ટકા જેટલા મતદાર મહિલા છે. આ વિસ્તારમાં કુલ 138 ગામ આવેલા છે.

  રાપર વિધાનસભા બેઠકમાં રાપર અને ભચાઉ બે તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જેમાં ભચાઉ તાલુકાના ધોળાવીરા, ખરોડા, કલ્યાણપુર, જાનન, રતનપર, ગઢડા, અમરાપર સહિતના 46 ગામોનો સમાવેશ થાય છે.

  ભૂતકાળની ચૂંટણીઓમાં શું આવ્યા હતા પરિણામ?

  આ બેઠક પર 2017માં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે મેદાન માર્યું હતું. કોંગ્રેસના મહિલા ઉમેદવાર સંતોકબેન આરેઠિયાએ ભાજપના ઉમેદવાર પંકજ મહેતાને હરાવ્યા હતા. ત્યાર પહેલા વર્ષ 2014ની વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના પંકજ મહેતા જીત્યા હતા.

  જયારે વર્ષ 2012માં ભાજપના જ વાઘજીભાઈ પટેલ વિજેતા બન્યા હતા. વર્ષ 2014માં ભાજપના પંકજ મહેતાએ કોંગ્રેસના બાબુ મેધજી શાહને કરતા 12 ટકા વધુ મત મેળવ્યા હતા. જયારે વર્ષે 2007માં આ બેઠક કોંગ્રેસના બાબુ મેધજી શાહે ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાને હરાવીને જીતી હતી.


  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017સંતોકબેન આરેઠિયાકોંગ્રેસ
  2014 (પેટા ચૂંટણી)પંકજ મહેતાભાજપ
  2012વાઘજી પટેલભાજપ
  2007બાબુભાઈ ગડાકોંગ્રેસ
  2002બાબુભાઈ ગડાકોંગ્રેસ
  1998ધીરુભાઈ શાહભાજપ
  1995બાબુભાઈ ગડાભાજપ
  1990હરિલાલ પટેલકોંગ્રેસ
  1985હરિલાલ પટેલકોંગ્રેસ
  1980બાબુભાઈ ગડાભાજપ
  1975હરિલાલ પટેલકોંગ્રેસ
  1972પ્રેમચંદકોંગ્રેસ
  1967બી ગજસિંહએસડબલ્યુએ
  1962જાદવજી રાઘવજીએસડબલ્યુએ

  થોડા સમય પહેલા ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબહેને રાજીનામું આપ્યુ હોવાની અફવા વહેતી થઈ હતી અને ભાજપમાં સામેલ થાય તેવી અટકળો તેજ બની હતી. જોકે, આ અફવાને વિધાનસભાના અધ્યક્ષે ફગાવી હતી. વિધાનસભાના અધ્યક્ષે સંતોકબેન તરફથઈ રાજીનામું ન મળ્યું હોવાનું કહ્યું હતું.

  મતદારો નારાજ

  2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી, ત્યારે કચ્છમાં ઉત્સાહથી મતદાન થયું હતું. જોકે, ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં ઉત્સાહ ઓછો થયો હતો. રાપર વિધાનસભા બેઠક હેઠળ તો 12.56 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી, ત્યારે કચ્છના મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અને ટકાવારી 63.95 નોંધાઇ હતી. જ્યારે લોકસભાની ચૂંટણીમાં કચ્છ જિલ્લામાં ઓછું મતદાન થયું હતું.

  રાપર માર્કેટીંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે મેદાન માર્યું

  તાજેતરની રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસે મેદાન માર્યું હતું, જેના પરથી આ વિસ્તારમાં કોંગ્રેસની પકડ મજબૂત હોય તેવું કહી શકાય. વિધાનસભા બાદ કોંગ્રેસને ફરી વખત જીત મળતા કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહ છવાઈ ગયો હતો.

  ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત મનાતા પુંજા ચૌધરી, ધર્મેન્દ્રસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ વાઘેલા, ધારાભાઈ ભરવાડ વિજયી બન્યા હતા. જયારે ભાજપ સમર્થિત મનાતા ઉમેદવારો રાપર તાલુકા પંચાયત ઉપપ્રમુખ હમીરજી સોઢા કેડીસીસી બેંકના ડાયરકેટર ઘનશ્યામ પુજારા અને મહેન્દ્રસિંહ વાઘેલા, વણવીર રજપુત મત મેળવી વિજયી બન્યા હતા.

  રાપર તાલુકા પંચાયતમાં ભાજપે મેદાન માર્યું

  થોડા સમય પહેલા રાપર તાલુકા પંચાયતની 24 અને જિલ્લા પંચાયતની 5 બેઠકોની ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપે જિલ્લા પંચાયતની પાંચ પૈકી એક બેઠકના ફાયદા સાથે તમામ બેઠકો ઉપર મોટા અંતર સાથે શાનદાર જીત હાંસલ કરી હતી અને તાલુકા પંચાયતમાં પણ ગત વર્ષ કરતા ત્રણ બેઠકો ઉપર વધુ જીત મેળવી 21 બેઠક હાંસલ કરી સત્તાની હેટ્રીક કરી હતી.

  લોકોના પ્રશ્નો

  રાપર વિધાનસભા બેઠક હેઠળના ઘણા વિસ્તારોમાં આજે પણ પાયાના પ્રશ્નો અંગે લોકોમાં નારાજગી છે. જનતા રખડતાં ઢોર, પાણી, નર્મદાનો મુદ્દો, ટ્રાફિક સમસ્યા, પોલીસની પજવણી સહિતના મુદ્દે પરેશાન થઈ રહી છે.

  આ દરમિયાન કોરોના કાળમાં રાપર તાલુકામાં દર્દીઓને ઑક્સીજન અને વેન્ટિલેટર મળી રહ્યાં નહોતા. કપરા સમયમાં જ સ્થાનિક ધારાસભ્ય સંતોકબેન લાંબા સમયથી પોતાના મત વિસ્તારમાં ન દેખાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Rapar

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन