Home /News /gujarat /

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી, માંડવી બેઠક પર કોણ મારશે બાજી

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી, માંડવી બેઠક પર કોણ મારશે બાજી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022, માંડવી વિધાનસભા બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election): માંડવી બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. ચૂંટણી 2022 મહાજંગમાં આ બેઠક પર કોણ બાજી મારશે.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગનો શંખનાદ કોઇ પણ ઘડીએ થઇ શકે છે. ગુજરાત વિધાનસભા 2022ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા બેઠકો કબ્જે કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપ સત્તા પર છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં પોતાનું વર્ચસ્વ બતાવવાની કોશિશ કરી રહી છે. વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ તમામ પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.


    ઉપરાંત પોતાના પક્ષના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓના મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરીને મતદારોને મત આપવા માટે રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.


    અમે તમને ગુજરાત વિધાનસભાની દરેક બેઠકનું શરૂઆતથી અંત સુધીનું વિશ્લેષણ કરીને જણાવી રહ્યા છીએ. ત્યારે આજે અહીં માંડવી વિધાનસભા બેઠક પર મતદારોનું પ્રભુત્વ અને 2012 તેમજ 2017ના પરિણામો વિશે તથા ઉમેદવારોએ મેળવેલા મત વિશે જાણકારી આપવામાં આવી છે.


    માંડવી વિધાનસભા બેઠક


    ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી 182 બેઠક પર યોજાવા જઈ રહી છે. આ 182 વિધાનસભા બેઠકમાં માંડવી વિધાનસભા બેઠક બીજા ક્રમાંકે છે. આ બેઠકમાં કુલ 259 પોલીંગ બુથ છે. સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં 6 વિધાનસભા બેઠકો છે.


    કચ્છના પાટનગર ભૂજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. કચ્છને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે.


    કચ્છમાં વિધાનસભાની 6 બેઠકોમાંથી 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના અને એક બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે. ગ્રામીણ મતદારો ધરાવતી માંડવી વિધાનસભા બેઠકમાં માંડવી અને મુંદ્રા તાલુકાના ગામનો સમાવેશ થાય છે. વર્ષ 2012ના નવા સીમાંકન બાદ માંડવીના ભૌગોલિક વિસ્તારમાં પણ વધારો થયો છે.


    માંડવી વિધાનસભા બેઠક પર હાર જીતના સમીકરણ


    માંડવી વિધાનસભા બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. આ વિધાનસભા બેઠક પર વર્ષ 2007થી 2017 એટલે કે, 15 વર્ષ સુધી ભાજપ આ બેઠક પર સત્તામાં છે.


    વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને હરાવીને આ બેઠક પર જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચુંટણીમાં ભાજપના તારાચંદ છેડા ચુંટણી જીત્યા હતા.


    તેમણે કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ પરમાર કરતા 6.09 ટકા મત વધુ મેળવ્યા હતા. તો ભાજપ ઉમેદવાર સુરેશચંદ્ર મહેતા 4 ટર્મ (1985- 1990- 1995- 1998) સુધી આ બેઠક પર જીતતા આવ્યા હતા. તેમણે 20 વર્ષ સુધી આ બેઠક પર પ્રભુત્વ જમાવ્યું હતું.













































































    વર્ષ



    વિજેતા ઉમેદવાર



    પક્ષ



    2017



    વિરેન્દ્રસિંહ જાડેજા



    ભાજપ



    2012



    તારાચંદ છેડા



    ભાજપ



    2007



    ધનજીભાઈ સેંઘાણી



    ભાજપ



    2002



    છબિલભાઈ પટેલ



    કોંગ્રેસ



    1998



    સુરેશચંદ્ર મહેતા



    ભાજપ



    1995



    સુરેશચંદ્ર મહેતા



    ભાજપ



    1990



    સુરેશચંદ્ર મહેતા



    ભાજપ



    1985



    સુરેશચંદ્ર મહેતા



    ભાજપ



    1980



    જયકુમાર સંઘવી



    કોંગ્રેસ



    1975



    સુરેશચંદ્ર મહેતા



    BJS



    1972



    દોરાબજી નોશિર



    કોંગ્રેસ



    1967



    જે. એલ. મહેતા



    કોંગ્રેસ



    1962



    કુમારશ્રી હિંમતસિંહજી મહારાજ



    SWA



    માંડવી વિધાનસભા બેઠક પર મતદારોના સમીકરણ


    5 જાન્યુઆરી 2022ની યાદી અનુસાર માંડવી વિધાનસભા સીટ પર કુલ 2,54,077 મતદારો છે. જેમાં 1,30,705 પુરુષ મતદારો અને 1,23,372 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. અબડાસા, માંડવી અને ભુજની બેઠકો પર સૌથી વધુ વસ્તી મુસ્લિમોની છે.


    જાતીય સમીકરણની વાત કરવામાં આવે તો 35 ટકા સવર્ણ, 21 ટકા મુસ્લિમ, 13 ટકા દલિત, 15 ટકા ઓબીસી, 7 ટકા એસ.ટી અને 08 ટકા અન્ય જાતિનો સમાવેશ થાય છે. જોકે, જાતીગત ગણિતની વાત કરવામાં આવે તો માંડવી બેઠક પર 20,000 જેટલા મત પાટીદારોના પણ છે.


    માંડવી વિધાનસભા બેઠકની વિશેષતા


    માંડવીમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે, તથા દરિયાકિનારે માછીમારી પણ કરવામાં આવે છે. માંડવીમાં બાંધણી અને ભરતકામના ગૃહ ઉદ્યોગનો વિકાસ થયો છે. આ કામમાં ખત્રી, મોચી, રબારી તેમજ અન્ય વર્ણના લોકો રોકાયેલા છે.


    પહેલાના સમયથી જ અહીં વહાણો બાંધવાનો ઉદ્યોગ વિસ્તર્યો છે, જ્યાં મુખ્યત્વે કોટિયા પ્રકારના વહાણો બાંધવામાં આવે છે. અહીં સિમેન્ટના પાઇપ તથા હાથવણાટના કાપડનો લઘુઉદ્યોગ પણ વિકસ્યો છે. ખનીજોમાં રેતી, ચિરોડી, બોક્સાઇટ અને મીઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગમાટી, ચિનાઈ માટી અને રંગીન માટી પણ મળે છે.


    જો માંડવીમાં વિકાસની વાત કરવામાં આવે તો માંડવી ઉપરાંત તાલુકાનાં ગામોમાં વાણિજ્ય બેન્કો અને સહકારી બેન્કો પણ આવેલી છે. કુલ 653 કિલોમીટરના રસ્તાઓ આવેલા છે. લખપતથી ઉમરગામ સુધીનો, મુંબઈને જોડતો કંઠાર ધોરી માર્ગ માંડવી નજીકથી પસાર થાય છે. તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ આવેલી છે.


    સ્થાનિકોની માંગ


    માંડવી એક પ્રવાસન સ્થળ છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. માંડવીમાં જ્યારે પણ પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટે છે, ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. મુખ્ય ધોરીમાર્ગ પણ ખૂબ સાંકડો છે. સ્થાનિકો આ ધોરીમાર્ગને પહોળો કરવાની માગ કરી રહ્યા છે.


    કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ સ્વચ્છતા રાખવામાં આવતી નથી. રખડતા ઢોરોના ત્રાસને કારણે સ્થાનિકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્લમ વિસ્તારોમાં પણ વારંવાર ગટરના પાણીની સમસ્યા ઉદભવે છે. આ તાલુકામાં રેલ્વે સુવિધાનો પણ અભાવ છે.


    હાલમાં જ્યારે આખી નવી સરકારની રચના થઈ છે, ત્યારે આવનારી ચૂંટણીમાં કયા ઉમેદવારોને ટીકીટ મળશે, કોને રીપિટ કરવામાં આવશે કે કોની ટીકીટ કપાઈ જશે. કે પછી ફરી નવા ચહેરાને જ તક આપવામાં આવશે અને માંડવીની જનતા કયા ઉમેદવારને આગામી 5 વર્ષ માટે ધારાસભ્ય તરીકે (Gujarat election 2022) મત આપીને ચૂંટશે. આ તમામ બાબતો વિશે તો આવનારી વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ જ જાણી શકાશે.

    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Mandvi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन