Home /News /gujarat /

Gujarat Election: ગાંધીધામ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ! જાણો કેવી છે વિસ્તારની રાજકીય સ્થિતિ

Gujarat Election: ગાંધીધામ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ! જાણો કેવી છે વિસ્તારની રાજકીય સ્થિતિ

વર્ષોથી કચ્છ ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે

ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ચાવડા જયશ્રીબેનને 51,336 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર રમેશ મહેશ્વરીને 72,779 મત મળ્યા હતા અને 2012માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે રમેશ મહેશ્વરીએ 72,779 મત મેળવી વિજેતા બન્યા હતા. રમેશ મહેશ્વરી 21,443 મતથી વિજેતા બન્યાં હતાં.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઈને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષ તેમની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે યોજાનારી આ ચુંટણી આ વખતે ખુબ જ મહત્વની છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. વર્ષ 2012માં ભાજપ સામે ગુજરાત પરિવર્તન પાર્ટી મેદાનમાં હતી. જેના લીધે ભાજપને ઘણી બેઠક પર નુકશાન સહન કરવું પડ્યું હતું. જો કે આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. જે મહદ અંશે કોંગ્રેસની વોટબેંકને નુકશાન કરશે. તેવા સંજોગોમાં આ વખતની ચૂંટણી અને તેના પ્રચારની તકનીક રસાકસી ભરેલી રહેશે. આજે અમે તમને આ લેખમાં કચ્છની મહત્વની બેઠક ગાંધીધામ વિધાનસભા વિશે મહત્વની વિગતો અને ફેક્ટરોનો તલસ્પર્શી બાબતો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

  ગાંધીધામ બેઠક વિશે મહત્વની વાતો

  કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 સીટો છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે.

  ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે. આજે ગાંધીધામ ટ્રાન્સપોર્ટ, લાકડા ઉદ્યોગ, મેરી ટાઇમ, શિપિંગ વગેરે વ્યવસાયના કારણે રોજગારીનું મહત્વનું કેન્દ્ર છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકાર તરફથી 100 સ્માર્ટ સિટી બનાવવાની મહત્વકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે, તેમાં સૌથી પ્રથમ સ્માર્ટ સિટી ગાંધીધામને બનાવવાનું આયોજન છે.

  ગાંધીધામ બેઠક પર કેવું છે મતદારોનુ ગણિત?

  વિધાનસભા બેઠકના મતદારોની જો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યા ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા સીટ પર કુલ 3,11,574 મતદારો છે. જે પૈકી 1,65,494 પુરુષ મતદારો છે, જ્યારે 1,46,074 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે અહીં 54 ટકા પુરુષો છે અને 46 ટકા મહિલાઓ છે.

  અહીં શિક્ષણનું પ્રમાણ 78 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 90 ટકા અને 76 ટકા છે. ગાંધીધામ વિધાનસભા બેઠકમાં ગાંધીધામ તાલુકો, ભચાઉ તાલુકાના કેટલાંક ગામ અને અંજાર તાલુકાનું એક ગામ વરસાનાનો સમાવેશ થાય છે. ગાંધીધામને કચ્છનું ઔદ્યોગિક કે આર્થિક પાટનગર કહેવાય છે. વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગાંધીધામ કચ્છનું સૌથી મોટું શહેર છે.

  આ પણ વાંચો:  સુરતની માંડવી (ST) બેઠક કોંગ્રેસ માટે છે સુરક્ષિત, આ વખતે ભાજપ પોતાના પલડામાં લાવી શકશે ?

  જો આપણે ગાંધીધામ બેઠક પરના જાતીય સમીકરણની વાત કરીએ તો સવર્ણ 24.8 ટકા, ઓબીસી 16.9 ટકા, લધુમતી 16.6 ટકા, એસ.સી 15.5 ટકા, અન્ય જાતિ 12.0 ટકા છે. જયારે સવર્ણ જાતીમાં સિંધી, લોહાણા, લેઉઆ પટેલ ,દરબાર, બ્રાહમણ અને ભાનુશાળી જાતીનો સમાવેશ થાય છે.

  આ ઉપરાંત આ બેઠક અનુસૂચિત જાતી માટે અનામત છે. અનુસૂચિત જાતિમાં પણ મહેશ્વરી 47.7 ટકા, ગુર્જર 26.2 ટકા, વાલ્મીકી 10.5 ટકા, વણકર 7.0 ટકા, ગરવા 5.6 ટકા અને ચારણ 2.9 ટકા છે.

  ગાંધીધામ બેઠક પર રાજકીય રસાકસીનો ઈતિહાસ

  વર્ષ 2012માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કુલ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,25,718 મતદારો પૈકી કુલ 1,37,783 મતદારોએ મત આપ્યા હતાં.

  ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ચાવડા જયશ્રીબેનને 51,336 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર રમેશ મહેશ્વરીને 72,779 મત મળ્યા હતા અને 2012માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે રમેશ મહેશ્વરીએ 72,779 મત મેળવી વિજેતા બન્યા હતા. રમેશ મહેશ્વરી 21,443 મતથી વિજેતા બન્યાં હતાં.

  2017 ગાંધીધામ વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામ વિશે જોઇએ તો વર્ષ 2017માં ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

  વર્ષ 2017માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,77,693 મતદારો પૈકી કુલ 1,51,468 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 20 જેટલા મત રદ કરવામાં આવ્યા હતાં અને 1,51,448 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3578 મત NOTA ને મળ્યા હતાં અને 969 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં.

  ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને 79,713 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 59,443 મત મળ્યા હતા. 2017માં ગાંધીધામની વિધાનસભા બેઠક માટે માલતીબેન મહેશ્વરીએ 79,713 મત મેળવી વિજેતા બન્યા હતા. જણાવી દઈએ કે, માલતીબેન મહેશ્વરી 20,270 મતથી વિજેતા બન્યા હતાં.

  આ પણ વાંચો: Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી કતારગામ બેઠક, ભાજપના ગઢમાં ઝાડું, રાજકીય ઉલટફેરના એંધાણ

  ગાંધીધામ બેઠક પરના વિવાદો

  - ગાંધીધામ ચેમ્બરની 2022/23ના કાર્યવાહક સમિતિના સભ્યોની ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં 25 બેઠક માટે 27 ઉમેદવારો મેદાનમાં રહેતા ચેમ્બર વિવાદના વમળમાં અટવાઈ ગઈ હતી.

  - ગાંધીધામમાં રાજાશાહી વખતના શિણાય ડેમમાંથી કેનાલના કામ માટે માટી લેવા મુદ્દે પાણી ખાલી કરવાના નિર્ણય સામે ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો હતો અને ખેડૂતોએ કામગીરી અટકાવી હતી. આ દરમિયાન ગાંધીધામના ધારાસભ્ય પ્રજા વચ્ચે ન આવતા લોકો વધુ રોષે ભરાયા હતા.

  - ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા ગાંધીધામના મગફળીના ગોડાઉન પર જનતા રેડ કરતા મગફળી કૌભાંડ સામે આવ્યું હતું. વર્ષ 2016-17માં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ધૂળ, ઢેફાં, કાંકરા, ફોફા કાંધુ વગેરે ભેળવી વેપારીઓએ, સરકારના મળતીયાઓએ ખુબ મલાઈ તારવી લઈ મોટુ કૌભાંડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. કોંગ્રેસ દ્વારા ગોદામની બહાર ધરણાના કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો.

  - ગાંધીધામમાં આત્મારામ સર્કલથી રેડક્રોસ સુધીના રોડ ડિવાઇડર સહિતના 94 લાખના કામ ઉપરાંત શ્યામજીકૃષ્ણ માર્ગથી સુંદરપુરી વોટર વર્કર્સ સુધીના 72 લાખના કામના લોકાપર્ણના કાર્યક્રમમાં ભાજપના માત્ર આગળીને વેઢે ગણાય તેટલા જ સભ્યો અને આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ આટોપી સંતોષ માન્યો હતો. બે વોર્ડને લાગે વળગે છે તેવા વિસ્તારમાં વોર્ડનું જ પ્રતિનિધિત્વ કરતા ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન સહિત અન્ય ભાજપના નગરસેવકો ગેરહાજર રહ્યા હતા.

  શું છે જનતાની માંગ

  ટાગોર રોડ ઉપર ટ્રાફિક જામ, ગાંધીધામથી આદિપુર સુધીના રોડની ડાબી તરફનો સળંગ સર્વિસ રોડ વિકસાવવા, વરસાદ પહેલા ડ્રેનેજ સિસ્ટમ બનાવવા, વરસાદી નાળાની ગંદકી દૂર કરી સફાઈ કરવા, જીઆઈડીસી વિસ્તારમાં ઝાડીઓ કાપી સફાઈ કરવા, આંતરીક રસ્તાઓ સુધારી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થિત કલરના પટ્ટા લગાડવા,

  ભારતનગરમાં પોલીસ ચોકી કાર્યરત કરવા, રોટરી સર્કલથી રાજવી ફાટકને સમાંતરે રોડ વ્યવસ્થા, વિવિધ ટેલીકોમ કંપનીઓના ટાવરની સમસ્યા, શહેરના વિકાસ માટે ફાળવાયેલા પ્લોટો અને બગીચાનું નવીનીકરણ તથા તેની જાળવણી, રખડતા ઢોરમાંથી મુકિત,

  સિટી બસ સેવા કાર્યરત કરવા, મુખ્ય બજારમાં શૌચાલય બનાવવા, ગાંધી સમાધિને પ્રવાસન સૂચિમાં સામેલ કરવા, આદિસર તળાવને ઉંડું કરી જળ સંગ્રહ શકિત વધારવા, બંધ ટ્રાફિક સિગ્નલો શરૂ કરવા, શાક અને ફ્રુટ વિક્રતાઓને નવી શાક માર્કેટ ઉપલબ્ધ કરાવવા, મહાનગરપાલિકાના દરજજા માટે સહિયારા પ્રયાસ કરવા સહિતની ફરીયાદો જનતામાં ઉઠી રહી છે.

  ગાંધીધામ બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ


  ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017માલતી કિશોર મહેશ્વરીભાજપ
  2012રમેશ વચ્છરાજ મહેશ્વરીભાજપ

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gandhidham, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन