રાજન ગઢિયા, અમરેલી: ગુજરાતમાં વધુ એક વખત પેપર કાંડનો (Gujarat paper leak) મામલો સામે આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB paper leak) ગાંધીનગર દ્વારા લેવાતી પરીક્ષાનું પેપર ફૂટયાના સમાચાર મળી રહ્યા છે. એકમ કસોટી બેનું ધો.10નું સામાજિક વિજ્ઞાનનું 25 માર્કસનું તથા ધોરણ 12નું મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, પરીક્ષાના આગલા દિવસથી પેપર સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ હતુ. અનુમાન પ્રમાણે સેંકડો વિદ્યાર્થીઓ પાસે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પહોંચ્યું છે. ન્યુઝ 18 ગુજરાતી આ વાયરલ પેપરની પુષ્ટી કરતુ નથી. જોકે, આ અંગે શિક્ષણાધિકારીએ ખુલાસો કર્યો છે કે, આ અંગે ફરિયાદ પણ કરવામાં આવશે.
આજે હતી પરીક્ષા
આ પરીક્ષા આજે થાય તે પહેલા જ ગઇકાલથી આ બંને પેપર વાયરલ થયા હતા. જોકે, આ તપાસનો વિષય છે કે, આ પ્રશ્નપત્રે કોને અને કઇ રીતે ફોડીને વાયરલ કર્યું. સામાન્ય રીતે બોર્ડ દ્વારા ઇમેઇલ દ્વારા પ્રિન્સિપલને પ્રશ્નપત્ર મોકલવામાં આવે છે. ત્યારે આ અંગે તપાસમાં જ સામે આવશે કે આ પેપર લીક કઇ રીતે થયું? જોકે, આ મામલે શિક્ષણ વિભાગ જ તપાસ કરીને જવાબ આપી શકે છે કે, આ પ્રશ્નપત્રો આજની પરીક્ષાના જ છે કે, ખોટા મેસેજ સાથે ચર્ચાસ્પદ બની રહ્યા છે.
શિક્ષણાધિકારીએ ખુલાસો કર્યો
પેપર લીક મામલે અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી, એમ.જી પ્રજાપતિએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, એકમ કસોટી-2ના વાયરલ પેપર અંગે ફરિયાદ થશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પેપર અને આજે લેવાયેલું પેપર અલગ છે. પ્રશ્પપત્ર પર બોર્ડના લોગોનો ખોટી રીતે ઉપયોગ થયો છે.
એકમ કસોટીના પ્રશ્નપત્રો ફૂટવા ચિંતાનો વિષય
નોંધનીય છે કે, આ પરીક્ષા સરકારી શાળામા પ્રિંસિપાલની જવાબદારી હેઠળ લેવાતી હોય છે. એકમ કસોટીના ઉતર સહિતના પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચિંતાનો વિષય બન્યો છે.
ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડની ચર્ચાએ જોર પકડ્યું છે. અમરેલીમાં એકમ કસોટી-2ની પરીક્ષા લેવાય તે પહેલા પેપર ફૂટ્યું ધો.10 અને 12ની એકમ કસોટી પહેલા જવાબો સાથે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું છે. ન્યૂઝ 18 વાયરલ પેપર અંગે કોઈ પુષ્ટી કરતું નથી pic.twitter.com/t5zZWiQkFT
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દસમાનું જવાબો સાથેનું પ્રશ્નપત્ર સૌથી પહેલા રાજુલાના વિદ્યાર્થીઓને મળ્યું હતુ.
પેપર લીક મામલે અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો ખુલાસો.એકમ કસોટી-2ના વાયરલ પેપર અંગે ફરિયાદ થશે. શિક્ષણાધિકારીનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પેપર ખોટું છે. pic.twitter.com/9tyrS5vaYX
ત્યારબાદ આ પેપર અન્ય જગ્યા ગયુ છે. જોકે, આ અંગે કોઇ પુષ્ટી અમે નથી કરી રહ્યા. વાયરલ થઇ રહેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે,આ પ્રશ્નપત્ર આજે થનારી પરીક્ષાનું છે અને સાથે જવાબો પણ આપવામાં આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર