Home /News /gujarat /

અમરેલીમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ, 20 સાવજ પાછળ દોડાવી કાર

અમરેલીમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ, 20 સાવજ પાછળ દોડાવી કાર

    રાજ્યમાં જાણે સિંહોની માઠી બેઠી હોય એમ ફરી એકવાર સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. 20 જેટલા સિંહોના ટોળા પાછળ કેટલાક શખ્સોએ કાર દોડાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. હાલ રાજ્યમાં ગરમી પડી રહી છે, જેના કારણે સિંહો પાણીની શોધમાં જંગલની બહાર આવી પહોંચે છે, એવામાં સિંહોની પજવણીથી અનેક સવાલો ઉભા થયા છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે અમરેલી પાસે આવેલા વન્ય વિસ્તારમાં ફરી એકવાર સિંહોની પજવણી કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં 20થી વધુ સિંહો પાછળ કેટલાક શખ્સો ફોરવ્હીલ દોડાવી રહ્યાં છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આ વીડિયો ધારી ગીર કાંઠાના ગામડાંનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોથી ફરી એકવાર ગુજરાતમાં સિંહોની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યાં છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ સટ્ટા બજાર - IBનો રિપોર્ટઃ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ છીનવી લેશે ભાજપની 5-6 બેઠક

    થોડા સમય પહેલા જ અમરેલીમાં ઉનાળાના આકરા તાપમાં 20 જેટલા સિંહનું ટોળું જોવા મળ્યું. સોશિયલ મીડિયા પર આ સિંહોના ટોળાનો વીડિયો વાયરલ થયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હાલ અમરેલી સહિત ગીરના જંગલોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ દરમિયાન પાણી અને ગરમીથી અકળાયને જંગલના રાજા રહેણાંક વિસ્તારમાં પ્રવેશે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Asiatic Lion, Gir, Social media, Video viral, અમરેલી, સિંહ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन