કચ્છ બેઠકનો ગ્રાઉન્ડ રિપોર્ટ, ભાજપ કે કોંગ્રેસ કોણ મારશે બાજી ?

News18 Gujarati
Updated: April 4, 2019, 1:41 PM IST
કચ્છ બેઠકનો ગ્રાઉન્ડ રિપોર્ટ, ભાજપ કે કોંગ્રેસ કોણ મારશે બાજી ?

  • Share this:
સંજય વાઘેલા, અમદાવાદઃ લોકસભા ચૂંટણીનું બ્યૂંગલ વાગી ચૂક્યું છે. તમામ પક્ષો ઉમેદવારની પસંદગી પ્રક્રિયાથી લઇને ચૂંટણી વાયદાના કામમાં વ્યસ્ત છે. ખાસ કરીને વધુમાં વધુ સીટ પોતાના નામે કરવા રણનીતિ ઘડી રહ્યું છે. ગુજરાતમાં આમ તો વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ગુજરાતના હોવાથી ગુજરાતને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. જો કે ગુજરાતમાં પણ કેટલીક સીટ એવી છે જેના પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી રહે છે. આવી જ એક બેઠક કચ્છના ગ્રાઉન્ડ રિપોર્ટ પર ચાલો કરીએ એક નજર.

કચ્છ બેઠક પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી લોકસભા બેઠક છે. અહીં દલિત અને મુસ્લિમ મતદારોને જીતનું મોટું ફેક્ટર માનવામાં આવે છે. અહીં ગત લોકસભા ચૂંટણીમાં કુલ મતદારો 9,46,240 નોંધાયા હતા. ભાજપે વિનોદ ચાવડાને રીપિટ કર્યા છે. ગત લોકસભા 2014માં વિનોદ ચાવડાને 5,62,855 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસે દિનેશ પરમારને ઉતાર્યા હતા, જેઓને 3,08,373 મત મળ્યા હતા. આ વખતે કોંગ્રેસે વિનોદ ચાવડાની સામે નરેશ મહેશ્વરીને ટિકિટ આપી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ અંગ્રેજોની સંસદમાં નગ્ન થઇને પ્રવેશ્યા દેખાવકારો, છતા ચાલુ રહી ચર્ચા

કચ્છના વિકાસની વાત કરીએ તો કચ્છવાસીઓની રહી છે પાણીની મુખ્ય સમસ્યા રહી છે. નર્મદા કેનાલનું ઉદાહરણ આપી ભાજપ દાવો કરી રહ્યું છે કે અહીં વિકાસના કામો થયા છે. જો કે માલધારીની હિજરતનો મુદ્દો, ઉદ્યોગો છે પણ સ્થાનિક રોજગારનો અભાવ, ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ કથળી, સરકારી હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ વગેરે જેવા મુદ્દાઓ ચૂંટણી ટાણે ચર્ચામાં છે.

છેલ્લી છ ટર્મથી કચ્છ લોકસભા બેઠક ભાજપ ચૂંટાયું છે. આથી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. કચ્છ લોકસભામાં 7 વિધાનસભા બેઠકો આવે છે. 7 પૈકી 4 ભાજપ પાસે અને 3 કોંગ્રેસ પાસે છે. આ પરિણામને ધ્યાને રાખતા આ વખતે લોકસભામાં રસાકસી જોવા મળે તેવી સ્થિતિ છે.
First published: April 2, 2019, 8:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading