કોંગ્રેસ શોધી રહી છે કુંવરજીભાઇની ટક્કરનો 'બળિયો' ઉમેદવાર, કોણ છે લીસ્ટમાં ?

News18 Gujarati
Updated: November 4, 2018, 5:00 PM IST
કોંગ્રેસ શોધી રહી છે કુંવરજીભાઇની ટક્કરનો 'બળિયો' ઉમેદવાર, કોણ છે લીસ્ટમાં ?
કુંવરજીભાઇ બાવળિયાને ટક્કર આપી શકે તેવા નામની શોધમાં કોંગ્રેસ પાંચ નેતાઓ પર વિચાર કરી રહી છે, જેમાંથી કોઇ એક બાવળિયા સામે ચૂંટણી લડશે.

કુંવરજીભાઇ બાવળિયાને ટક્કર આપી શકે તેવા નામની શોધમાં કોંગ્રેસ પાંચ નેતાઓ પર વિચાર કરી રહી છે, જેમાંથી કોઇ એક બાવળિયા સામે ચૂંટણી લડશે.

  • Share this:
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ એક પછી એક કદાવર નેતા ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રેસનું ગણિત ખોરવાય ગયું છે. ખાસ કરીને જસદણ વિધાનસભાના કુંવરજીભાઇની સીટ પર હવે પેટાચૂંટણી યોજાશે. આ માટે ભાજપે ખાસ કઇ કરવાનું નથી પરંતુ સૌથી વધુ મુશ્કેલી કોંગ્રેસ માટે છે, કારણ કે કુંવરજીભાઇનો ગઢ ગણાતી આ સીટ પર તેમને ટક્કર આપી શકે તેવો નેતા તો જોઇશે ને.

કુંવરજીભાઇ બાવળિયાને ટક્કર આપી શકે તેવા નામની શોધમાં કોંગ્રેસ પાંચ નેતાઓ પર વિચાર કરી રહી છે, જેમાંથી કોઇ એક બાવળિયા સામે ચૂંટણી લડશે. આ પાંચેય વ્યક્તિઓની કોંગ્રેસ સેન્સ લેશે. હાલ કોંગ્રેસમાં આ પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા સેન્સની પ્રક્રિયા બાદ નામ જાહેર કરવામાં આવશે. ભાજપમાંથી કુંવરજીભાઈ બાવાળીયા સામે આ પાંચમાંથી કોઇ પણ એક વ્યક્તિ થઈ શકે છે ઉમેદવાર.

કોણ કોણ છે રેસમાં ?

કોંગ્રેસના લિસ્ટમાં સૌથી ટોચ પર પ્રથમ નામ છે, ધીરુભાઈ શીંગાળા જેઓ લેઉવા પાટીદાર ઉમેદવાર છે, તથા ઉદ્યોગપતી અને લેઉવા પટેલ સમાજમાં સારી નામના ધરાવે છે, ત્યારબાદ બીજું નામ વિનુભાઈ ધડુકનું છે, વિનુભાઇ જિલ્લા પંચાયત સદસ્ય અને લેઉવા પાટીદાર સમાજમાં અગ્રણી છે.ત્રીજું નામ છે ભોળાભાઈ ગોહેલ, ભાળાભાઇ જસદણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, તેઓ કોળી સમાજના અગ્રણી છે. અગાઉ રાજ્યસભા વખતે ભાજપને મત આપ્યો હતો, બાદમાં કુંવરજીભાઈ ભાજપમાં જોડાતા તેઓ કોંગ્રેસના ફરી સક્રિય થયા હતા. ચોથું નામ છે ભીખાભાઇ બાંભણીયા, ભીખાભાઇ જસદણના પૂર્વ ધારાસભ્ય છે. તથા રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. તથા લેઉવા પાટીદાર અગ્રણી પણ છે. છેલ્લે અવસરભાઈ નાકીયા જેઓ પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, કોળી સમાજના અગ્રણી, ચાલુ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે.

જસદણનો ગ્રાઉન્ડ રિપોર્ટ

જસદણ વિધાનસભામાં કુલ મતદારો 2,24,290 જેમાં સ્ત્રી મતદાર 1,05,559 અને પુરુષ મતદાર 1,18,731 છે, જેમાં લેઉવા પટેલ મતદારો 20%, કોળી મતદારો 35 %, દલિત મતદારો 10 %, લઘુમતિ મતદારો 7 %, કડવા પટેલ 7 %, ક્ષત્રિય મતદારો 8 %, આહિર મતદારો 8 %, અન્ય મતદારો 13 %.
First published: November 4, 2018, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading