વસ્તી, વિકાસ અને ઉમેદવાર, આવો છે ભાવનગરનો ગ્રાઉન્ડ રિપોર્ટ

News18 Gujarati
Updated: March 27, 2019, 5:44 PM IST
વસ્તી, વિકાસ અને ઉમેદવાર, આવો છે ભાવનગરનો ગ્રાઉન્ડ રિપોર્ટ

  • Share this:
લોકસભાની ચૂંટણીનો ડંકો વાગી ચૂક્યો છે. ધીમે ધીમે વિવિધ પક્ષો પોતાના ઉમેદવારની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રના દ્વાર ગણાતા ભાવનગરમાં આ વખતે રસાકસીનો જંગ જોવા મળે તો નવાય નહીં, જો કે છેલ્લી સાત લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. જો કે વિકાસ અને રોજગારીના પ્રશ્નો આ પ્રદેશમાં વધુ હોવાથી નારાજગી પણ જગજાહેર છે. ત્યારે આવો નજર કરીએ ભાવનગરના ગ્રાઉન્ડ રિપોર્ટ પર.

સૌરાષ્ટ્રની મહત્વની બેઠકોમાંથી એક ગણાતી ભાવનગરની બેઠક આમ તો ભાજપનો ગઢ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ બેઠકને આસાન ગણી રહ્યાં છે. ભાવનગરમાંથી છૂટા પાડીને બોટાદ જિલ્લો બન્યો છે. જો કે તેનો કેટલોક વિસ્તાર ભાવનગર બેઠકમાં આવે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદમાં બે અનાથ સગા ભાઇની કિસ્મત બદલી, ફ્રાંસના દંપતીએ લીધા દત્તક

વાત ગત ચૂંટણીની કરીએ તો ગુજરાતના મુખ્યપ્રધાન દેશના વડાપ્રધાનપદના દાવેદાર હોવાથી સમગ્ર ગુજરાતની માફક ભાવનગરે પણ ખોબલા મોંઢે મત આપ્યા. એથી ભાજપના ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળ 2,95,488 મતની ગંજાવર સરસાઈથી વિજયી નીવડ્યા હતા. તોવિધાનસભાની ચૂંટણી વખતે સૌરાષ્ટ્રમાં ભાજપ સામે ભારે અસંતોષ જોવા મળ્યો ત્યારે પણ ભાવનગર લોકસભા મતવિસ્તાર અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હતો. ભાવનગર જિલ્લાની 7 પૈકી 6 બેઠક ભાજપને 1 કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે બોટાદની બે પૈકી 1 ભાજપને મળી હતી.

ગ્રાઉન્ડ રિપોર્ટ પર એક નજર

સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતા ભાવનગરમાં રોજગારીને કારણે યુનાવોમાં થોડી નારાજગી છે, આ પાછળ યુવાનોનું કહેવું છે કે ભાવનગરમાં મોટા ઉદ્યોગોની ઉણપ છે. તો લાંબો દરિયા કિનારો હોવા છતા જિલ્લામાં ખાસ વિકાસ થયો નથી. ભાવનગરના યુવાનો રોજગારી માટે રાજ્યભરમાં જવા મજબૂર થયા છે. થોડા સમય પહેલા જ ભાવનગરમાં એરપોર્ટ કાર્યરત થતાં ખુશીની લાગણી પ્રવર્તિ પરંતુ થોડા સમયમાં જ તે બંધ થઇ ગઇ.ભાવનગર સૌથી મોટા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ અહીંના લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા કોઇ ખાસ ધ્યાન ન અપાતા આ ઉદ્યોગ પણ પડી ભાંગવાની સ્થિતિમાં છે. તો રાજ્ય સરકાર જેને અતિ મહત્વનો અને ડ્રિંમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો તે ઘોઘા-દહેજ રોરો ફેરીમાં પણ કૌભાંડો અને અનિયમિત્તતાને કારણે બંધ જેલી સ્થિતિમાં છે.

ભાવનગર જિલ્લામાં સૌથી વધારે કોળી સમાજની વસ્તી છે બાદમાં દલિત સમાજની વસ્તી છે. કોળી મતદારો 5,25,000, દલિત મતદારો 2,75,000, પટેલ મતદારો 2,50,000 અને ક્ષત્રિય મતદારો 2 લાખ છે. આ બેઠક પર કોળી મતદારો નિર્ણાયક રહેશે.

વર્તમાન સાસંદ ભારતીબેન શિયાળ કોળી સમાજમાં સારૂં એવું વર્ચસ્વ ધરાવે છે. ભાજપની હાલની નીતિને ધ્યાને રાખીએ તો ભારતીબેન શિયાળને ટિકિટ આપી છે. આ પાછળનું કારણ એ છે કે ભાજપ આ વખતે સેફ ગેમ રહી છે. જાતિગત મતદારોને ધ્યાને રાખી ભાજપના વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને ટક્કર આપવા માટે કોંગ્રેસ તરફથી પણ કોળી ઉમેદવાર પસંદ કરવામાં આવે એવી બહોળી શક્યતા છે. આ સિવાય કરસન વેગડ, પ્રવિણ રાઠોડ મુખ્ય દાવેદાર ગણી શકાય છે.
First published: March 27, 2019, 5:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading