જીઆરડી જવાનને અકસ્માત નડ્યો, મોરબી એસપીએ ખર્ચ અને પરિવારની જવાબદારી ઉઠાવી

News18 Gujarati
Updated: April 22, 2020, 10:54 PM IST
જીઆરડી જવાનને અકસ્માત નડ્યો, મોરબી એસપીએ ખર્ચ અને પરિવારની જવાબદારી ઉઠાવી
જીઆરડી જવાનને અકસ્માત નડ્યો, મોરબી એસપીએ ખર્ચ અને પરિવારની જવાબદારી ઉઠાવી

જીઆરડી જવાન વિજય કાંતિલાલ મકવાણાએ બાઈક પરનો કાબૂ ગુમાવતા બાઈક રોડની સાઈડના પિલરે અથડાયું, માથામાં ગંભીર ઇજાઓ પહોંચી

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબીમાં રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસ નટરાજ ફાટક નજીક ફરજ પૂર્ણ કરી ઘરે પરત જઈ રહેલા જીઆરડી જવાન વિજય કાંતિલાલ મકવાણાએ બાઈક પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બાઈક રોડની સાઈડના પિલરમાં અથડાઈ ગયું હતું, જેમાં જીઆરડી જવાન વિજય મકવાણા ને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી

આ રસ્તેતી પસાર થઈ રહેલા સામાજિક યુવા આગેવાન અજયભાઈ લોરીયાએ 108ને જાણ કરી હતી અને જીઆરડી જવાન વિજયને લોહી લુહાણ હાલતમાં મોરબી સિવિલમાં લઈ જવાયા હતા. માથામાં ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા સલાહ આપી હતી.

આ વાતની જાણ મોરબી એસપી ડો કરનરાજ વાઘેલાને થતા તેઓએ જીઆરડી જવાનનો જીવ વધુ કિંમતી છે તેને કઈ ન થવું જોઈએ તેમ હાજર પરના અધિકરીઓને જણાવી એસપી ડો. કરનરાજ વાઘેલાએ જીઆરડી જવાન વિજય મકવાણાને રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં ખસેડવા માટે તુરંત જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમણે જીઆરડી જવાનની તમામ સ્થિતિની જાણકારી ડોકટર હોવાના નાતે લીધી હતી. સાથે જ મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલાએ જીઆરડી જવાનના તમામ હોસ્પિટલ ખર્ચ અને પરીવારની જવાબદારી ઉઠાવીને પણ માનવતા ભર્યું કાર્ય કર્યું છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથે આ બાબતે કરતા મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે કોરોનામાં દિવસ રાત જોયા વિના પોતાનો પરિવાર છોડી ફરજ બજાવતા જીઆરડી જવાનોના જીવ કિંમતી છે. સાથે જ માણસાઈ ના નાતે પણ આપણે તેની મદદ કરવી જોઈએ. મોરબી પોલીસ તેની સાથે છીએ તેને કઈ નહીં થવા દઈએ. જીઆરડીમાં ફરજ બજાવતા મોટા ભાગના લોકો સામાન્ય પરિવારમાંથી આવે છે ત્યારે તેઓ હોસ્પિટલ ખર્ચ ઉઠાવી શકે તેવી પણ આર્થિક સ્થિતિમાં હોતા નથી અને જો આવો બનાવ બને તો પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ જાય છે ત્યારે પોલીસની ફરજ બને છે કે તે જીઆરડી જવાનોની આવી કપરી સ્થિતિમાં મદદ કરે તેમજ તેના પરિવારનું પણ ધ્યાન રાખે.
First published: April 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading