Home /News /gujarat /

મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન, અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન, અંતિમ દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

ગોરા આશ્રમમાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે.

Gondal News: ગોરા આશ્રમમાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે.

    ગોંડલના (Gondal) રામજી મંદિરના ગાદીપતિ ગુરૂદેવ પૂજ્ય 1008 હરિચરણદાસજી મહારાજ (Haricharan Das Ji Maharaj) બ્રહ્મલીન થયા છે. આ સમાચારની સાથે તમામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શને આવી પહોંચ્યા છે. આજે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે. ગોરા આશ્રમમાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે.

    દેશવિદેશના અનુયાયીઓમાં શોકનું મોજુું છવાયું

    હરિચરણદાસજી મહારાજની ગોંડલ રામજી મંદિર ખાતે સારવાર ચાલી રહી હતી. રામજી મંદિરના ડોક્ટરો ખડેપગે રહીને તેઓની સારવાર કરી રહ્યા હતા. બાપુની તબિયત નાદુરસ્તના સમાચાર મળતાની સાથે જ દેશ વિદેશમાં તેઓના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. તેમના દીર્ઘાયું માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી.

    અંતિમ દર્શન માટે ભક્તો પહોંચ્યા


    શ્વાસ લેવામાં અને યુરીનમાં તકલીફ હતી

    થોડા દિવસથી મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી બાપુની તબિયત થોડી ગંભીર હતી. મળતી માહિતી પ્રમાણે, તેઓની સારવાર ડો.ચિરાગ માત્રાવડિયા, ડો.ભટ્ટ અને ડો.શાહ સારવાર કરી રહ્યા હતા. હરિચરણદાસજી મહારાજને શ્વાસ લેવામાં અને યુરીનમાં તકલીફ હતી. જે અંગેની સારવાર ચાલી રહી હતી. બાપુની છેલ્લા એક મહિનાથી તબિયત નાદુરસ્ત હતી. થોડા દિવસ પહેલા જ તેઓ નર્મદા કાંઠે આવેલા ગોરા ખાતેના આશ્રમથી ગોંડલ આવ્યા હતા.

    આ પણ વાંચો - રાજકોટ : પુત્રીને સાસરે વળાવ્યા બાદ પિતાએ પકડી અનંતની વાટ, દીકરીને કહ્યું હતું કે હવે મારું નક્કી નથી

    હરિચરણદાસજી બાપુ સાથે ચેતેશ્વર પુજારા


    ક્રિકેટર ચેતેશ્વર પુજારા બાપુના ભક્ત છે

    ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા હરિચરણદાસ બાપુ પર અનન્ય શ્રધ્ધા ધરાવે છે. ચેતેશ્વર પુજારા ગોંડલના રામજી મંદિરની મુલાકાત લઇને તેમના આશીર્વાદ લે છે. હરિચરણદાસજી બાપુ સાથે ચેતેશ્વર પુજારા અનેક વખત સત્સંગ કરતા જોવા પણ મળ્યા છે. તેમના દીર્ધાયુ માટે રામજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિરમાં રામધૂન શરૂ કરવામાં આવી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ગોંડલ

    આગામી સમાચાર