ગોંડલ : કોંગ્રેસ અગ્રણી રાજેશ સખીયા પર ફાયરિંગની ઘટના પોલીસે નકારી

News18 Gujarati
Updated: April 22, 2019, 12:23 PM IST
ગોંડલ :  કોંગ્રેસ અગ્રણી રાજેશ સખીયા પર ફાયરિંગની ઘટના પોલીસે નકારી
પોલીસે ઘટના સ્થળે ઘસી જઈને અને રાજેશ સખીયાની કારની તપાસ કરી હતી.

  • Share this:
અંકીત પોપટ, રાજકોટ ગોંડલમાં કોંગ્રેસના આગેવાનની કાર પર કથિત રીતે ફાયરિંગ કરી બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ થયો હતો. કોંગ્રેસ અગ્રણી રાજેશ સખીયાની કાર પર ગત રાત્રે બાઇક પર આવેલા બે શખ્સોએ હુમલો કર્યો હતો. જોકે આ ઘટનામાં પોલીસ તપાસ બાદ જિલ્લા પોલીસ વડા  બલરામ મીણાએ સ્પષ્ટતા કરી છે કે સખીયા પર  ફાયરિંગ થયું નથી અને પથ્થર મારીને કારનો કાચ તોડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે રાજેશ સખીયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાના કારણે પોલીસ બનાવની તપાસ હાથ ધરી છે, ફાયરિંગની ઘટના ખરેખર ઘટી છે કે નહીં તે અંગે પોલીસને શંકા હતી. ઉલ્લેખનીય છે કે રાજેશ સખીયાએ એક સપ્તાહપૂર્વ રાજેશ સખીયાએ 113 ગોંડલ મતવિસ્તારને સંવેદનશીલ જાહેર કરવા માટે અરજી કરી હતી અને પ્રાપ્ત અહેવાલો મુજબ આજે તેની સુનાવણી થવાની હતી

સૌરાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં માહોલ ગરમાયો છે. કોંગ્રેસ કાર્યકર્તા રાજેશ સખીયા મોડી રાત્રે કોંગ્રેસ કાર્યાલયથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે ગોંડલ પાસેના નાગકડા ગામે બે વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી અને તેમણે સખીયાની કાર પર હુમલો થયો હતો અને પાછળના ભાગ તોડી પાડ્યો હતો. જોકે આ ઘટનામાં પુોલીસને પહેલાંથી  ફાયરિંગ થયું છે કે નહીં તે અંગે  શંકા હતી..

પ્રાપ્ત અહેવાલો મુજબ રાજેશ સખીયાએ સંવેદનશીલ બુથ અંગે એક અરજી કરી હતી અને તેના પહેલાં આ હુમલો થયો હોવાથી શંકા ઉપજાવનારુ હતું. ઘટના બાદ સખીયાને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
First published: April 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading