ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોરબંદરના સાંસદને હોમ ક્વૉરન્ટાઇન કરવાની માંગણી


Updated: May 18, 2020, 3:56 PM IST
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોરબંદરના સાંસદને હોમ ક્વૉરન્ટાઇન કરવાની માંગણી
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજાએ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને પત્ર લખી માંગ કરી

  • Share this:
રાજકોટ : ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજાએ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને પત્ર લખી માંગ કરી છે કે હાલમાં વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી હોય જેના લીધે સરકાર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લૉકડાઉન નો આદેશ અને બહાર ગામથી આવતા અને બહાર ગામ જતા લોકોને ક્વૉરન્ટાઇન કરવાનો આદેશ થયેલ છે.

જે અનુસંધાને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક વારંવાર બહાર ગામ જતા હોય હાલમાં તેઓ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રેડઝોન વિસ્તારમાંથી (સુરત શહેર ) જઈને તેમના નિવાસ સ્થાને ગોંડલ પરત આવેલ છે. તેમણે પણ ગોંડલ શહેરના લોકોના હિત માટે અને સંક્રમણ ન ફેલાય તે માટે ક્વૉરન્ટાઇન કરવા ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોના હિત માટે માંગણી કરવામાં આવે છે.

આ પણ વાંચો - અમદાવાદ-સુરતને બાદ કરતા રાજ્યમાં પાન-માવાની દુકાન અને ચાની કીટલી ખુલી શકે છે : સૂત્રલોક સેવક તેમજ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ પોતાના વિસ્તારના લોકોને પરત લાવવા ગયા હતા. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રેડઝોન વિસ્તારમાંથી ( સુરત શહેર ) જઈને તેમના નિવાસ સ્થાને ધોરાજી પરત આવેલ હોવાથી તેમને લોકોના હિત માટે ક્વૉરન્ટાઇન કરવામાં આવેલ છે. આ ધ્યાને લઈને પોરબંદર સાંસદને પણ લોકોના હિત માટે ક્વૉરન્ટાઇન કરવા માંગણી કરવામાં આવી છે.
First published: May 18, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading