Home /News /gujarat /

રામ મંદિરના પાયામાં મૂકવામાં આવશે રાજકોટમાં બનેલ ગોલ્ડ પ્લેટેડ તેમજ ચાંદીની ઇટો

રામ મંદિરના પાયામાં મૂકવામાં આવશે રાજકોટમાં બનેલ ગોલ્ડ પ્લેટેડ તેમજ ચાંદીની ઇટો

રામ મંદિરના પાયામાં મૂકવામાં આવશે રાજકોટમાં બનેલ ગોલ્ડ પ્લેટેડ તેમજ ચાંદીની ઇટો

અઢીસો ગ્રામની બે તેમજ એક કિલોની એક એમ કુલ ત્રણ ઈટ છે. જેની કુલ કિંમત સાડા ચાર લાખ રૂપિયા જેટલી થાય છે

રાજકોટ : અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરનો શિલાન્યાસ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે. રામ મંદિરના પાયામાં રાજકોટની યાદ વસવા જઈ રહી છે. ૫મી ઓગસ્ટ 2020નો આ દિવસ ભારત ઇતિહાસમાં રામ મંદિરના નામે અંકિત થઈ ગયો છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે રામ મંદિરના પાયામાં રાજકોટમાં બનેલી ગોલ્ડ પ્લેટેડ તેમજ ચાંદીની ઇટો મૂકવામાં આવશે. આ ઇટ પર જ રામલ્લાના મંદિરનું નિર્માણ કાર્ય પણ કરવામાં આવશે. એસજીવીપી ગુરુકુળ દ્વારા કુલ ત્રણ જેટલી ઈટ બનાવડવામાં આવી છે. આ ત્રણેય ઇટને લઇ હિન્દુ આચાર્ય સભાના પ્રતિનિધિ તરીકે એસજીવીપી ગુરુકુળ મંદિરના માધવપ્રિયદાસજી અયોધ્યા પહોંચ્યાં હતા.

રામ મંદિર માટે જ્યારે પાયાનું કામકાજ કરવામાં આવશે ત્યારે આ તમામ ઇટનો ત્યાં ઉપયોગ કરવામાં આવશે. હાલ આ તમામ ઇટ સુરક્ષિત સ્થળે રાખવામાં આવી છે. ઈટનો જેમને ઓર્ડર મળ્યો હતો તે સોની વેપારી રાજેશભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે સોમવારના રોજ રક્ષાબંધનના પવિત્ર દિવસે એસજીવીપી ગુરુકુળના માધવપ્રિયદાસજી દ્વારા મને ગોલ્ડ તેમજ ચાંદીની ઇટ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. ખૂબ જ ઓછા સમયમાં રો મટીરીયલ ભેગુ કરવાનુ હતું. જે ઇટ બનાવવામાં આવી છે તેના પર એસજીવીપી ગુરુકુળ ગુજરાત લખવામાં આવ્યું છે. આ માટે લેઝર ટેકનિકનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત

ત્રણ જેટલી ઈટો બનાવવા માટે પાંચ વ્યક્તિની ટીમ જુદી જુદી કામગીરીમાં જોડાઈ હતી. ઈટો માટેની ડિઝાઇન સોની ભાઈઓ તેમજ બંગાળી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. અઢીસો ગ્રામની બે તેમજ એક કિલોની એક એમ કુલ ત્રણ ઈટ માત્ર 7 કલાકમાં જ બનાવવામાં આવી છે. જેની કુલ કિંમત સાડા ચાર લાખ રૂપિયા જેવી થાય છે.

ઉલ્લેખનીય છે કે રામ મંદિરનો પાયો ગુજરાતમાંથી જ નાખવામાં આવ્યો હતો. 1990માં ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે ફરી એક વખત જ્યારે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે તેના પાયામાં રાજકોટની બનેલી ઈટો મુકવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ram temple, ગોલ્ડ, ચાંદી, રાજકોટ

આગામી સમાચાર