આખા રાજ્યમાં (Gujarat) બે દિવસથી ચોમાસું જામ્યું છે. મોટાભાગનાં વિસ્તારોમાં વાદળો છવાયેલા રહે છે. ત્યારે હાલ ગિરનારના (Girnar) રોપવે (Girnar Rope way) પરથી લીધેલો એક વીડિયો ઘણો જ વાયરલ (viral video) થઇ રહ્યો છે. એશિયાના સૌથી મોટા રોપવે પરથી ગિરનાર પર્વત પરનો નજારો ઘણો જ સુંદર છે. ચોમાસાની (monsoon) મોસમમાં પણ ભક્તો ખુશનુમા વાતાવરણમાં માતાજીનાં દર્શન કરવાની સાથે સાથે અહીંની પ્રકૃત્તિનો પણ નજારો જોવા આવી રહ્યાં છે. તમે પણ આ વીડિયો જોઇને ઘણાં જ ખુશ થઇ જશો.
રોપવેમાંથી વીડિયો થયો કેદ
આ વાયરલ વીડિયો ગિરનારનાં રોપવે પરથી લેવામાં આવ્યો છે. જેમાં ગિરનાર પર્વતનો અદ્ભુત નજારો દેખાઇ રહ્યો છે. વીડિયોમાં ગિરનાર પર્વત વાદળોથી ઢંકાયેલો દેખાય છે. રોપવેમાંથી પ્રવાસીઓએ મોબાઇલમાં નજારો કેદ કર્યો છે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને જ અનેક લોકોએ ગિરનારનો પ્રવાસ કરવાનું નક્કી કરી પણ લીધું હશે.
નોંધનીય છે કે,જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લા પર મેઘરાજાની સવારી આવી છે. ગઇકાલે દિવસ દરમ્યાન હળવાથી ભારે ઝાપટાં વરસતા રહ્યા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ સાથે માંગરોળમાં પણ શનિવારે દિવસભર વાદળછાયો માહોલ છવાયેલો રહ્યો હતો. આખો દિવસ છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. બપોરે 4થી 6 દરમ્યાન ફક્ત 2 કલાકમાં જ 3 ઇંચ વરસાદ થતાં વાતાવરણમાં વરસાદી ઠંડક છવાઇ ગઇ હતી. અને માર્ગો પરથી પાણી વહેવા લાગ્યા હતા. માંગરોળમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમ્યાન ઝાપટાં પડ્યા બાદ સાંજે 4થી 6 વચ્ચે ધોધમાર 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. દિવસ દરમ્યાન માંગરોળમાં કુલ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદ ખાબકતાં શહેરના મુખ્ય માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. વરસાદને લીધે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર