ગીર: સિંહ સામે કાગડાની બહાદૂરીનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, તમે જોયો કે નહીં?

વીડિયોમાંથી લીધેલી તસવીર

Viral video: આ વીડિયોમાં કાગડો ત્રણ સિંહ સામે બહાદૂરથી ઉભો છે.

 • Share this:
  ગીર: ગીરના (Gir) જંગલના રાજા સિંહ સામે કાગડાની (lion and crow video) બહાદૂરીનો વીડિયો ઘણો જ વાયરલ (viral video) થઇ રહ્યો છે. આ વીડિયોમાં કાગડો ત્રણ સિંહ સામે બહાદૂરથી ઉભો છે. પરંતુ થોડા જ સમયમાં સિંહ કાગડાનો શિકાર કરીને ભાગી જાય છે. જે બાદ આસપાસનાં કાગડાઓ પણ કાંવ કાંવ કરીને સિંહને છોડવાનું કહેતા હોય તેમ લાગે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

  સિંહ કાગડાનો શિકાર કરે છે

  ગીરનાં જંગલના અનેક વીડિયો અવારનવાર સામે આવતા હોય છે. જેમાં સિંહ પોતાના ઝૂંડમાં ફરતો, પાણી પીતો દેખાય છે. પરંતુ જ્યારે જંગલના રાજા સિંહ શિકાર કરતા હોય તેવા દ્રશ્યો કોઈ કેમેરામાં કેદ કરે તે જોવાની ઉત્કૃષ્ઠતા અલગ જ હોય છે.

  શિકાર બાદ અન્ય કાગડાઓ કાંવ કાંવ કરે છે

  સિંહ અને કાગડાના નાનકડા વીડિયોમાં જંગલ વિસ્તારમાં પીવાના પાણીના કુંડ આસપાસ ત્રણેક સિંહો આરામ કરતા જોવા મળે છે. ત્યારે અચાનક ત્યાં કાગડો જાય છે. એક સિંહ તેના પંજા રાખી કાગડાને જાણે રમાડતો હોય તેવું લાગે છે. આ દરમિયાન કાગડો ઉડવાનો પ્રયાસ કરે છે. ત્યારે બીજો સિંહ ત્યાં દોડી આવી કાગડાને પંજા નીચે દાબવાના પ્રસાય સાથે તેનો શિકાર કરી લે છે. સિંહ કાગડાનો શિકાર કરીને મોંમા મૂકીને અન્ય બે સિંહોથી દૂર જતો રહે છે. આ જોતાની સાથે જ આસપાસનાં કાગડાઓ પણ કાંવ કાંવની બૂમો શરૂ કરે છે. જાણે સિંહને કહેતા હોય કે, તે કાગડાને છોડી દે.  થોડા દિવસ પહેલા સિંહનો અન્ય વીડિયો પણ થયો હતો વાયરલ 

  થોડા દિવસ પહેલા પણ સિંહનો એક વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં ગીરમાં સિંહનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતુ. ગીર પંથકના એક ગામની સીમમાં આવેલા ખતેરમાં સિંહ મસ્તી કરતો દેખાયો હતો. હાલ મગફળી લણવાની સિઝન ચાલી રહી છે ત્યારે ગીરના રાજા સિંહ મગફળીની લણણી બાદ વધતા પશુઓના ચારા ઉપર દોડીને ચડી જાય છે અને પોતે જ તેનો માલિક હોય એમ આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: